કાર્યવાહીઃ Appleએ ચાઈનીઝ એપ સ્ટોર પરથી, 29,900 એપ્સ હટાવી

અટલ સમાચાર, ડેસ્ક એપલ થર્ડ પાર્ટી એપ્સ માટે નવા માપદંડનો ઉપયોગ કરતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચીનના કાનૂન પ્રમાણે કોઈપણ એપ ડેવલપરે સેંસરશિપ લાયસન્સ લેવું જરૂરી છે. જો એપમાં પેડ ડાઉનલોડ વિકલ્પ આપવામાં આવ્યો હોય તો લાયસન્સ આપવું ઘણું જરૂરી થઈ જાય છે. જોકે રોયટર્સના રિપોર્ટ પ્રમાણે લાયસન્સ હાંસલ કરવામાં મહિનાઓ લાગી જાય છે.
 
કાર્યવાહીઃ Appleએ ચાઈનીઝ એપ સ્ટોર પરથી, 29,900 એપ્સ હટાવી

અટલ સમાચાર, ડેસ્ક

એપલ થર્ડ પાર્ટી એપ્સ માટે નવા માપદંડનો ઉપયોગ કરતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચીનના કાનૂન પ્રમાણે કોઈપણ એપ ડેવલપરે સેંસરશિપ લાયસન્સ લેવું જરૂરી છે. જો એપમાં પેડ ડાઉનલોડ વિકલ્પ આપવામાં આવ્યો હોય તો લાયસન્સ આપવું ઘણું જરૂરી થઈ જાય છે. જોકે રોયટર્સના રિપોર્ટ પ્રમાણે લાયસન્સ હાંસલ કરવામાં મહિનાઓ લાગી જાય છે. ટેક જાયંટ એપલે ચાઈનીઝ એપ સ્ટોર પર મોટી કાર્યવાહી કરી છે. રિપોર્ટ પ્રમાણે એપલે ચાઇનીઝ એપ સ્ટોરથી 29,900 એપ હાટવી દીધી છે. જે એપને હટાવવામાં આવી છે તેમાં હજારો વીડિયો ગેમ્સ પણ સામેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રોયટર્સના રિપોર્ટ પ્રમાણે, આશરે 26 હજાર વીડિયો ગેમની એપ્સ લાયસન્સ વગરની હતી. ચીનના કાયદામાં એવી અનેક અડચણો છે જેના કારણે એપ્સના એપ્રૂવલમા મહિનાઓ લાગી જાય છે. એપલે ગેમ સાથે જોડાયેલી એપ્સ બનાવતી કંપનીઓને લાયસન્સ મેળવવા જૂન મહિના સુધીનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ સમય પૂરો થયા બાદ વીડિયો ગેમ સાથે જોડાયેલી કંપનીઓ લાયસન્સ હાંસલ કરી શકી નહોતી અને તેમને હટાવી દેવામાં આવી હતી. એપલે આવી કંપનીઓ પર કાર્યવાહી કરી હોવાની પ્રથમ ઘટના નથી. જુલાઈ 2020માં એપલે એપ સ્ટોરથી 2500થી વધારે એપ્સને હટાવી દીધી હતી.