કાર્યવાહી@અરવલ્લી: ધાડ-લુંટના ગંભીર ગુનાના આરોપીને પાસા હેઠળ લાજપોર જેલ ધકેલાયો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા કોરોના કહેર વચ્ચે અરવલ્લી જીલ્લામાં ધાડ, લુંટ અને ચોરી જેવા ગંભીર ગુનાઓના મુખ્ય આરોપીને પાસા હેઠળ લાજપોરે જેલ મોકલવામાં આવ્યો છે. વિગતો મુજબ અરવલ્લી LCBની ટીમે ધાડ, લુંટ, ચેઇન સ્નેચિંગ, ચોરી જેવા વીસેક ગુનાઓમાં સંડાવાયેલા આરોપી વિરૂધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી SP મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપી હતી. જે બાદમાં
 
કાર્યવાહી@અરવલ્લી: ધાડ-લુંટના ગંભીર ગુનાના આરોપીને પાસા હેઠળ લાજપોર જેલ ધકેલાયો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

કોરોના કહેર વચ્ચે અરવલ્લી જીલ્લામાં ધાડ, લુંટ અને ચોરી જેવા ગંભીર ગુનાઓના મુખ્ય આરોપીને પાસા હેઠળ લાજપોરે જેલ મોકલવામાં આવ્યો છે. વિગતો મુજબ અરવલ્લી LCBની ટીમે ધાડ, લુંટ, ચેઇન સ્નેચિંગ, ચોરી જેવા વીસેક ગુનાઓમાં સંડાવાયેલા આરોપી વિરૂધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી SP મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપી હતી. જે બાદમાં અરવલ્લી જીલ્લા મેજીસ્ટ્રેટે ગુનાઓની ગંભીરતાને ધ્યાને લઇ ઇસમ વિરૂધ્ધની પાસા દરખાસ્ત મંજુર કરી લાજપોર જેલ મોકલી આપવા હુકમ કર્યો હતો.

કાર્યવાહી@અરવલ્લી: ધાડ-લુંટના ગંભીર ગુનાના આરોપીને પાસા હેઠળ લાજપોર જેલ ધકેલાયો
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

અરવલ્લી SP સંજય ખરાત અને અરવલ્લી ઇન્ચાર્જ SP નિરજ બડગુજર દ્રારા અસામાજીક પ્રવૃત્તિ કરતાં અને માથાભારે ઇસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. જે અનુસંધાને અરવલ્લી LCB PI સી.પી.વાઘેલાએ લૂંટ, ધાડ, ચોરી અને ચેઇન સ્નેચિંગ જેવા વીસેક ગુનામાં સંડોવાયેલા ઇસમ નયનેશ ઉર્ફે પપ્પુ ઉર્ફે ચાયના ઉર્ફે સર્કીટ ચીમનભાઇ ઉર્ફે સીમાજી મોડીયા (રહે.દધાલીયા(તખતપુરા), તા.મોડાસા) વિરૂધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જે બાદમાં જીલ્લા મેજીસ્ટ્રેટે પાસાની દરખાસ્ત મંજૂર કરતાં ઇસમને ઝડપી પાડી સુરત લાજપોર જેલ ખાતે મોકલી આપ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો