કાર્યવાહી@બનાસકાંઠા: ડ્રોન કેમેરાથી 24 આરોપી ઝબ્બે, કામ વિના બહાર આવ્યા હતા

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનની અમલવારી સંદર્ભે પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ શરૂ કર્યો છે. જેમાં આજે રવિવારે 24 ઈસમો વિરૂદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે. કામ વગર બહાર નિકળ્યા હોવાનું સામે આવતાં કુલ 11 ફરિયાદ દાખલ થઇ છે. કોરોના વાયરસના હાહાકાર વચ્ચે ચેપનો ફેલાવો ન થાય છે માટે પોલીસ એક્શન મોડમાં આવી છે.
 
કાર્યવાહી@બનાસકાંઠા: ડ્રોન કેમેરાથી 24 આરોપી ઝબ્બે, કામ વિના બહાર આવ્યા હતા

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનની અમલવારી સંદર્ભે પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ શરૂ કર્યો છે. જેમાં આજે રવિવારે 24 ઈસમો વિરૂદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે. કામ વગર બહાર નિકળ્યા હોવાનું સામે આવતાં કુલ 11 ફરિયાદ દાખલ થઇ છે. કોરોના વાયરસના હાહાકાર વચ્ચે ચેપનો ફેલાવો ન થાય છે માટે પોલીસ એક્શન મોડમાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોનો વાયરસને ફેલાતો અટકાવવાની મથામણ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનનો ભંગ થાય છે. જેમાં આજે અલગ-અલગ સ્થળોએ ડ્રોન કેમેરાથી વોચ ગોઠવવામાં આવી હતી. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી પોલીસે 24 ઇસમો વિરુધ્ધ ગુન્હો દાખલ કર્યો છે. પોલીસે જાહેરનામા ભંગ અંગે કલમ 188 મુજબ 11 ગુના દાખલ કરી 24 આરોપીની અટક કરી હતી. ડ્રોનની મદદથી 9 તથા VISWAS પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાથી 2 ગુના દાખલ થયા છે. આ દરમ્યાન પોલીસે કલમ 207 મુજબ કુલ 87 વાહન ડીટેઇન કર્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણને રોકવા લોકડાઉન અત્યંત મહત્વનું છે. જેમાં આજે બિનજરૂરી રીતે હરતા-ફરતા ઇસમોની પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનનો કડક અમલ કરવા બનાસકાંઠા પોલીસ હરકતમાં આવી છે.