કાર્યવાહી@બનાસકાંઠા: અલગ-અલગ સ્થળેથી રોયલ્ટી ચોરી કરતાં 2 ડમ્પર ઝબ્બે, 5.35 લાખનો દંડ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર કોરોના કહેર વચ્ચે બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્રારા આજે વહેલી સવારે અલગ-અલગ જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ડીસા અને આગથળામાં તંત્ર દ્રારા ખાનગી વાહનોમાં વોચ ગોઠવી બે ડમ્પરોને રોયલ્ટી ચોરી કરતાં ઝડપી પાડ્યા હતા. કાર્યવાહી દરમ્યાન અંદાજીત 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે 5.35 લાખનો દંડ
 
કાર્યવાહી@બનાસકાંઠા: અલગ-અલગ સ્થળેથી રોયલ્ટી ચોરી કરતાં 2 ડમ્પર ઝબ્બે, 5.35 લાખનો દંડ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

કોરોના કહેર વચ્ચે બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્રારા આજે વહેલી સવારે અલગ-અલગ જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ડીસા અને આગથળામાં તંત્ર દ્રારા ખાનગી વાહનોમાં વોચ ગોઠવી બે ડમ્પરોને રોયલ્ટી ચોરી કરતાં ઝડપી પાડ્યા હતા. કાર્યવાહી દરમ્યાન અંદાજીત 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે 5.35 લાખનો દંડ ફટકાર્યો હોવાની વિગતો સામે આવતાં રોયલ્ટી ચોરી કરતાં ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કાર્યવાહી@બનાસકાંઠા: અલગ-અલગ સ્થળેથી રોયલ્ટી ચોરી કરતાં 2 ડમ્પર ઝબ્બે, 5.35 લાખનો દંડ
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે તંત્રની ટીમ ખાનગી વાહનમાં ચેકીંગ માટે નીકળી હતી. જ્યાં ડીસા પંથકના આખોલ પાસે એક ડમ્પરને રોકી ચાલક પાસે રોયલ્ટી માંગી હતી. જોકે તેની પાસે કોઇ જ રોયલ્ટી ન હોવાથી ડમ્પરને કબ્જે ડીસા પોલીસ મથકે લવાયુ હતુ. આ સાથે આગથળા પાસે એક ડમ્પરના ચાલક પાસે રોયલ્ટી પાસ નહીં હોવાનું પણ સામે આવ્યુ હતુ. જેથે તે ડમ્પરને આગથળા પોલીસ મથકે મુકી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વહેલી સવારે કરાયેલ કાર્યવાહીમાં ભૂસ્તર વિભાગે બે ડમ્પર સહિત સરેરાશ રૂ 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે રોયલ્ટી ચોરી મામલે રૂ.5.35 લાખના દંડ વસૂલવાની કાર્યવાહી પણ હાથ ધરાઇ હોવાનું સામે આવ્યુ છે. ભૂસ્તર વિભાગે એક જ દિવસે વહેલી સવારે બે ડમ્પરને ઝડપી પાડતાં રોયલ્ટી ચોરી કરતાં ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.