કાર્યવાહી@બનાસકાંઠા: LCBએ એક જ દિવસમાં નાસતાં ફરતાં 2 આરોપીને ઝડપ્યાં

અટલ સમાચાર, પાલનપુર દિવાળીના તહેવારો બાદ બનાસકાંઠા LCBએ અલગ-અલગ ગુનામાં નાસતાં ફરતાં 2 આરોપીને ઝડપી લીધા છે. LCBની ટીમ ફરાર આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી. જે આધારે થરાદ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાનો આરોપી અને વાવ પોલીસ સ્ટેશનના પ્રોહી ગુનાના આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અટલ સમાચાર
 
કાર્યવાહી@બનાસકાંઠા: LCBએ એક જ દિવસમાં નાસતાં ફરતાં 2 આરોપીને ઝડપ્યાં

અટલ સમાચાર, પાલનપુર

દિવાળીના તહેવારો બાદ બનાસકાંઠા LCBએ અલગ-અલગ ગુનામાં નાસતાં ફરતાં 2 આરોપીને ઝડપી લીધા છે. LCBની ટીમ ફરાર આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી. જે આધારે થરાદ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાનો આરોપી અને વાવ પોલીસ સ્ટેશનના પ્રોહી ગુનાના આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI એચ.પી.પરમાર, PSI આર.જી.દેસાઈના માર્ગદર્શન હેઠળ અનાર્મ HC ઇશ્વરભાઈ, અરજણાજી તથા PC શંકરભાઈ ટીમ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે, થરાદ પોલીસ સ્ટેશન ફ.ગ.ર.ન.08/19 ઇ.પી.કો. કલમ 379, 114 મુજબના ગુનાનો એક વર્ષથી નાસતો ફરતો આરોપી દેવાભાઇ જગાભાઇ જાતે માજીરાણા રહે. સામરવાડા તા.ધાનેરાવાળો ધાનેરા તરફ આવવાનો છે. જેથી ટીમે બાતમી આઘારે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી થરાદ પોલીસ સ્ટેશન સોંપ્યો હતો.

આ સાથે LCB PI એચ.પી.પરમાર તથા PSI આર.જી.દેસાઈના માર્ગદર્શન હેઠળ અનાર્મ HC ઇશ્વરભાઈ, ભરતભાઈ, અમરસિંહ, દશરથભાઈ તથા ઓખાભાઈની ટીમ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે, વાવ પોલીસ સ્ટેશન પ્રોહીગુ.ર.ન.133/2019 ઇ.પી.કો. કલમ 65AE, 116(2), 98(2), 81 મીઠૂસિહ ભવરસિંહ જાતે.રાજપૂત રહે.કોરોલા, તા.સાચોર, જી.જાલોર રાજસ્થાન વાળો થરાદ તરફ આવવાનો છે. જેથી એલસીબીની ટીમે બાતમી આઘારે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વાવ પોલીસ સ્ટેશન સોપેલ છે.