કાર્યવાહી@ભાભર: મેડીકલ સ્ટોર્સમાંથી પ્રતિબંધિત દવાઓના જથ્થા સાથે ઇસમ ઝબ્બે, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ભાભર ભાભરમાં મેડીકલ સ્ટોર્સમાં ઇસમ ગેરકાયદેસર પ્રતિબંધિત દવાઓનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યુ છે. ભાભર પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે ગઇકાલે સાંજના સમયે રેઇડ કરી હતી. જેમાં શહેરના એક મેડીકલ સ્ટોર્સમાં ઇસમ પ્રતિબંધિત દવાઓનું ગેરકાયદેસર અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરતો હોવાનું ખુલ્યુ હતુ. જેથી પોલીસે પ્રતિબંધિત દવાઓનો જથ્થો જપ્ત કરી
 
કાર્યવાહી@ભાભર: મેડીકલ સ્ટોર્સમાંથી પ્રતિબંધિત દવાઓના જથ્થા સાથે ઇસમ ઝબ્બે, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ભાભર

ભાભરમાં મેડીકલ સ્ટોર્સમાં ઇસમ ગેરકાયદેસર પ્રતિબંધિત દવાઓનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યુ છે. ભાભર પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે ગઇકાલે સાંજના સમયે રેઇડ કરી હતી. જેમાં શહેરના એક મેડીકલ સ્ટોર્સમાં ઇસમ પ્રતિબંધિત દવાઓનું ગેરકાયદેસર અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરતો હોવાનું ખુલ્યુ હતુ. જેથી પોલીસે પ્રતિબંધિત દવાઓનો જથ્થો જપ્ત કરી ઇસમને હસ્તગત કરી કોવિડ ટેસ્ટ માટે મોકલી આપ્યો હતો. આ સાથે ઇસમ વિરૂધ્ધ નાર્કોટીક્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા SP તરૂણ દુગ્ગલે જીલ્લામાં પ્રતિબંધિત દવાઓનું વેચાણ કરતાં ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને શિહોરી સર્કલ ઓફીસર કે.એસ.ચૌધરીના વડપણ હેઠળ ભાભર PSI પી.એલ.આહીરની ટીમે મોટી કાર્યવાહી કરી છે. જેમાં ભાભર તિરૂપતિ માર્કેટ જવાના રસ્તા પર આવે પીપળેશ્વર મેડીકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાંથી પ્રતિબંધિત દવાઓનો જથ્થા સાથે યોગેશ સતીષભાઇ ઠક્કરને ઝડપી પાડ્યો છે.

કાર્યવાહી@ભાભર: મેડીકલ સ્ટોર્સમાંથી પ્રતિબંધિત દવાઓના જથ્થા સાથે ઇસમ ઝબ્બે, ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ભાભર પોલીસની પ્રાથમિક તપાસમાં ઇસમ પ્રતિબંધિત દવાઓનું ગેરકાયદેસર વેચાણ કરતો હોવાનું ખુલ્યુ છે. જેથી પોલીસે ઇસમ પાસેથી અલગ-અલગ કંપનીની પ્રતિબંધિત દવાઓ ટેબ્લેટો કુલ નંગ-5775 કિ.રૂ.14,012નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે ઇસમને હસ્તગત કરી તેને કોવિડ ટેસ્ટ માટે મોકલી અપાયો હતો. આ તરફ ઇસમ વિરૂધ્ધ ભાભર પોલીસ મથકે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ 22(a) મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.