કાર્યવાહી@ભિલોડા: બાતમી આધારે રેડ કરી પોલીસે દારૂનો જથ્થો ઝડપ્યો

અટલ સમાચાર, ભિલોડા કોરોના મહામારી વચ્ચે પણ બુટલેગરો રાજસ્થાનની દારૂ ગુજરાતમાં લાવી રહ્યા છે. ગઇકાલે અરવલ્લીમાં ૧૪ લાખનો દારૂ ઝડપાયા બાદ ભિલોડા પોલીસે પણ બાતમી આધારે રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મોડાસા પોલીસે કાર્યવાહી દરમ્યાન 1.5 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે રેડ દરમ્યાન આરોપી હાજર નહિ મળી આવતા તેની શોધખોળ
 
કાર્યવાહી@ભિલોડા: બાતમી આધારે રેડ કરી પોલીસે દારૂનો જથ્થો ઝડપ્યો

અટલ સમાચાર, ભિલોડા

કોરોના મહામારી વચ્ચે પણ બુટલેગરો રાજસ્થાનની દારૂ ગુજરાતમાં લાવી રહ્યા છે. ગઇકાલે અરવલ્લીમાં ૧૪ લાખનો દારૂ ઝડપાયા બાદ ભિલોડા પોલીસે પણ બાતમી આધારે રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મોડાસા પોલીસે કાર્યવાહી દરમ્યાન 1.5 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે રેડ દરમ્યાન આરોપી હાજર નહિ મળી આવતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ડોડીસરા ગામેથી પોલીસે બાતમી આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમી આધારે ડોડીસરા ગામની સીમમાં આવેલ ગુંદેડા તળાવની પાળની બાજુમાં બાવળની જાડીઓમાં રેઢ કરી હતી. જેમાં પોલીસે ઇગ્લીંશ દારૂનો જથ્થો 555 ગોલ્ડ વ્હસ્કી 5 ફોર સેલ ઇન ચંદીગઢ ઓન્લી 750 એમ.એલ.ની પેટીઓ નંગ 22 કિ.રૂ.1,05,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રેડ દરમ્યાન આરોપી નીતિન પાઉલ બળેવા, રહે.ડોડીસરાવાળો ફરાર થઇ ગયો હતો. પોલીસે આરોપીને શોધવા કવાયત હાથ ધરી છે. આ સાથે પોલીસે પુ.ર.નં.11188003-200447-2020 પ્રોહી કલમ 65 એઇ,116 બી.મુજબનો ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.