કાર્યવાહી: BSFએ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર પાકિસ્તાની ઘૂસણખોરને BSFએ ઠાર માર્યો છે. બાડમેર જિલ્લાના બાખાસાર પોલીસ સ્ટેશન વિસ્તારના બીકેડી પાસેથી મોડી રાત્રે બીએસએફ જવાનોએ ઘુસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. નોંધનીય છે કે, મોડી રાતે 1 વાગ્યે પાકિસ્તાનનો એક યુવક ભારતની સીમમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
કાર્યવાહી: BSFએ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર પાકિસ્તાની ઘૂસણખોરને BSFએ ઠાર માર્યો છે. બાડમેર જિલ્લાના બાખાસાર પોલીસ સ્ટેશન વિસ્તારના બીકેડી પાસેથી મોડી રાત્રે બીએસએફ જવાનોએ ઘુસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. નોંધનીય છે કે, મોડી રાતે 1 વાગ્યે પાકિસ્તાનનો એક યુવક ભારતની સીમમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બાડમેર જિલ્લાના બાખાસાર પોલીસ સ્ટેશન વિસ્તારના બીકેડી પાસેથી મોડી રાત્રે યુવક બેરીકેડ પાસે આવ્યો ત્યારે બીએસએફએ તેને ચેતવણી આપી પણ તે માન્યો નહીં બીએસએફની ચેતવણીને સતત અવગણતો રહ્યો. અંતે તે બીએસએફ જવાનો દ્વારા સતત આપવામાં આવતી ચેતવણીને નજર અંદાજ કરીને બેરીકેડ પાર કરવાનો પ્રયાસ કરતા બીએસએફ દ્વારા આ ઘુસણખોર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જેના કારણે તે ઘવાયો યુવકનું બેરીકેડ નજીક મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આ ચાર રાઉન્ડ ફાયર અને ત્રણ ગોળીઓ ઘુસણખોરને વાગી હતી.

મોડી રાત્રે પાકિસ્તાનથી રાજસ્થાન થઈને ભારત તરફ સરહદ પાર કરવાની કાવતરું કર્યા બાદ એજન્સીઓ હવે એ જાણવાની કોશિશ કરી રહી છે કે, આ યુવક કઇ દિશામાં આવીને બેરીકેડ પાર કરી રહ્યો હતો. જાણકારોના મંતવ્ય પ્રમાણે પાકિસ્તાન ઇરાદાપૂર્વક ભારતની સુરક્ષા પ્રણાલીની તપાસ માટે આવા પ્રકારના પ્રયત્નો કરી રહ્યું છે. તેની પાછળ કોઈ મોટા ષડયંત્રની પણ સંભાવના છે. કંટ્રોલ લાઇન પર પાકિસ્તાનની ગોળીબાર અંગે ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો હતો. શુક્રવારે જ્યારે પાકિસ્તાને તંગધાર સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું ત્યારે સેનાએ પણ સામે જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં, લોન્ચપેડ્સને નિશાન બનાવતા આ હુમલામાં નોંધપાત્ર નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

નોંધનિય છે કે, સુરક્ષા એજન્સીઓએ થોડા દિવસો પહેલા ચેતવણી આપી હતી કે એલઓસી પર 300 જેટલા આતંકીઓ ઘૂસણખોરી કરવા તૈયાર છે. આ આતંકીઓ કાશ્મીર ખીણમાં ઉરી, કુપવાડા, બાંદીપોરા, ગુરેઝ અને જમ્મુમાં સામ્બા અને રાજૌરી-પૂંચની સરહદમાં હાજર છે. ઇનપુટમાં કહેવામાં આવ્યું હતું કે આ આતંકવાદીઓ સ્વતંત્રતા દિવસ પર હુમલો કરવાની યોજના ધરાવે છે. તાજેતરના સમયમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે.