આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

ચાણસ્મા તાલુકાના ગામની સીમમાંથી પાટણ એલસીબીએ વિદેશી દારૂ સાથે પાંચ ઇસમને ઝડપી પાડ્યા છે. ગઇકાલે મત ગણતરી હોઇ વિજય સરઘસમાં કોઇ અનિચ્છિય બનાવ ના બને તે માટે પાટણ એલસીબીની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે પંચો સાથે ગામની સીમમાં રેઇડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે કુલ પાંચ ઇસમને ઝડપી પાડ્યા છે. એલસીબીએ કાર્યવાહી દરમ્યાન 3.70 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી તમામ સામે ચાણસ્મા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લા પોલીસવડા અક્ષયરાજે પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને એલસીબી પીઆઇની ટીમ ગઇકાલે મતગણતરીના દિવસે ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, વડાલવી ગામની સીમમાં ભેમાસણર તળાવ નજીક ગામનો જ સલીમખાન ઉર્ફે જીંગો ભારેખાને વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે. જેથી ટીમે તાત્કાલિક પંચો સાથે રાખી રેઇડ કરી સ્થળ પરથી કોર્ડન કરી જે-તે સ્થિતિમાં પાંચ ઇસમને ઝડપી પાડ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાટણ એલસીબીની ટીમે ચાણસ્મા તાલુકાના ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગઇકાલે સાંજે એલસીબીની ટીમે સલીમખાન ઉર્ફે જીંગો મલેક (વડાવલી), મફાભાઇ રામાભાઇ રબારી (રવીયા -ધાનેરા), રામાભાઇ ભીખાભાઇ સરણીયા (જુનાડીસા), સુરેશભાઇ પુરોહીત (જુનાડીસા) અને લાલસંગ ઝાલા (આંબલીપુર-સુણસર)ને ઝડપી પાડ્યા હતા. આ સાથે સ્થળ પરથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-454, કિ.રૂ.45,400, કારની કીં.રૂ.2,50,000, મોટર સાયકલની કિ.રૂ.45,000, રોકડ રકમ રૂ.10,000 અને મોબાઇલો કિ.રૂ.20,000 મળી કુલ કિ.રૂ.3,70,400 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે તમામ સામે ચાણસ્મા પોલીસ મથકે પ્રોહિ એક્ટની કલમ 65(A)(E), 67-1A, 116-B, 83, 81, 98(2) મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code