કાર્યવાહી@દેશ: ફેસબુક ડેટા ચોરી મામલો, સીબીઆઈએ કેમ્બ્રિજ એનાલિટિકા વિરૂધ્ધ કેસ દાખલ કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કેન્દ્રની તપાસ એજન્સી સીબીઆઈએ યુ.કે.ની કેમ્બ્રિજ એનાલિટિકા વિરૂધ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાં તેની વિરૂધ્ધ 5.62 લાખ ભારતીય ફેસબુક યુઝર્સોના ડેટા ચોરી કરવાના આરોપ આધારે કેસ દાખલ કરાયો છે. આ કેસમાં કેમ્બ્રીજ એનાલિટિકા કંપનીએ ગેરકાનુની રીતે અનેક લોકોના વ્યક્તિગત ડેટા ચોર્યા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
કાર્યવાહી@દેશ: ફેસબુક ડેટા ચોરી મામલો, સીબીઆઈએ કેમ્બ્રિજ એનાલિટિકા વિરૂધ્ધ કેસ દાખલ કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્રની તપાસ એજન્સી સીબીઆઈએ યુ.કે.ની કેમ્બ્રિજ એનાલિટિકા વિરૂધ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાં તેની વિરૂધ્ધ 5.62 લાખ ભારતીય ફેસબુક યુઝર્સોના ડેટા ચોરી કરવાના આરોપ આધારે કેસ દાખલ કરાયો છે. આ કેસમાં કેમ્બ્રીજ એનાલિટિકા કંપનીએ ગેરકાનુની રીતે અનેક લોકોના વ્યક્તિગત ડેટા ચોર્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ફેસબુક કંપનીએ આ મામલામાં સીબીઆઈને જવાબમાં કહ્યુ છે કે, ગ્લોબલ સાયન્સ રિસર્ચ દ્વારા ગેરકાયદેસર રીતે 5.62 લાખ ભારીતીય ફેસબુક યુઝર્સનો ડેટા ભેગો કરી તેને કેમ્બ્રીજ એનાલિટિકાને અપ્યા હતા. એવો આરોપ છે કે, આ કેમ્બ્રીજ એનાલિટિકાએ ચોરેલા ડેટાનો ઉપયોગ ભારતીય ચુંટણીને પ્રભાવિત કરવા માટે કર્યો હતો. જેથી આ મામલો ગંભીર બની ગયો હતો. આ અગાઉ પણ કેમ્બ્રીજ એનાલિટિકાએ યુએસ ચુંટણીને પ્રભાવિત કરવા માટે ફેસબુક ડેટાનો ઉપયોગ કર્યો હતો.

તમને જણાવી દઈયે કે, આ પહેલા પણ અનેક આંતરરાષ્ટ્રીય મીડિયામાં ફેસબુકના પુર્વ કર્મચારીઓ,સહયોગિયો અને ઘણા દસ્તાવેજોનો સંદર્ભ આપી જણાવાયુ હતુ કે, ફેસબુકના યુઝર્સોની મંજુરી વગર તેમના પ્રોફાઈલમાંથી 5 કરોડથી વધુ લોકોની વ્યક્તિગત માહિતી ભેગી કરાઈ હતી. જેને તેઓ ઈલેક્શનને પ્રભાવિત કરવા માટે ઉપયોગ કરતા હોવાનો આરોપ મુકાયો હતો.