આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, દાંતા

દાંતા પંથકમાં પોલીસ અને આરોગ્યની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી વધુ એક બોગસ ડોક્ટર ઝડપી પાડ્યો છે. હડાદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી મળતાં આરોગ્ય ટીમને સાથે રાખી ગામમાં રેઇડ કરી હતી. જ્યાં ચાર રસ્તા ઉપર દુકાન ભાડે રાખી ખાનગી દવાખાનું ચલાવતાં ઇસમને ઝડપી પાડ્યો છે. આ સાથે તેની પુછપરછમાં પોતાની પાસે ડોક્ટર અંગેની કોઇ ડીગ્રી કે સર્ટીફીકેટ ન હોવાનું કબૂલ્યું હતુ. જેથી પોલીસે ઇસમ સહિત દવાઓનો મુદ્દામાલ જપ્ત કરી ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના બામોદ્રા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. ગઇકાલે સાંજના ચારેક વાગ્યે હડાદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી મળી હતી કે, બામોદ્રા ગામે ચાર રસ્તા પર એક ઇસમ દુકાન ભાડે રાખી કોઇપણ ડિગ્રી વગર ખાનગી દવાખાનું ચલાવે છે. જેથી પોલીસે આરોગ્યની ટીમને સાથે રાખી કાર્યવાહી કરી ઇસમને ઝડપી પાડ્યો હતો. ઇસમ પાસે ડોક્ટરી પ્રેક્ટીસનું કોઇ સર્ટીફીકેટ કે ડીગ્રી ન હોવાનું ખુલતાં પોલીસે દવા સહિનો જથ્થો જપ્ત કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, હડાદ પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે કાર્યવાહી કરતાં પંથકના આવા બોગસ ડોક્ટરોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગઇકાલે ચારેક વાગ્યે કરાયેલ કાર્યવાહીમાં પોલીસે સ્થળ પરથી દવાઓ કિ.રૂ.38, 629 સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે ઇસમ વિરૂધ્ધ હડાદ પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે. હડાદ પોલીસે ઇસમ સામે આઇપીસી 419 અને ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટિશ એક્ટની કલમ 30, 35 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code