આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,દાંતીવાડા

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે દાંતીવાડામાં બાઇક પર દારૂની હેરાફેરી કરતા 2 યુવકો ઝડપાયા છે. દાંતીવાડા પોલીસે બાતમી આધારે ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન પોલીસે બાઇક ઉભુ રખાવી તલાશી લેતાં વિદેશી દારૂની 12 બોટલો ઝડપાઇ હતી. પોલીસે રૂ.5,350 ના દારૂ સાથે કુલ રૂ.55,450નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે બે યુવકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડામાં બાઇકમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. દાંતીવાડા પોલીસને બાતમી મળી હતી કે, પાંથાવાડા બાજુથી મોટર સાયકલ નં.GJ 08 CA 4719 નો ચાલક તથા તેની પાછળ બીજો ઇસમ એક કાળા કલરના થેલામાં વિદેશી દારૂની બોટલો ભરી દાંતીવાડા બાજુ આવનાર છે. જેને લઇ દાંતીવાડા પોલીસે ત્રણ રસ્તા પાસે બાઇક આવતા અટકાવ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે બાઇક ચાલક રાકેશ લક્ષ્મણભાઇ ચૌધરી અને બાઇક પાછળ બેઠેલ રાહુલ રામજીભાઇ ચૌધરી રહે.ચડોતર તા.પાલનપુરની તલાશી લીધી હતી. જેમાં વિદેશી દારૂની અલગ-અલગ કંપનીની છુટી બોટલ નંગ-12 કિ.રૂ.5,350નો દારૂ મળી આવ્યો હતો. આ સાથે પોલીસે પલ્સર મોટર સાયકલ કિ.રૂ.50,000 તથા રેકઝીન થેલો નંગ-01 કિ.રૂ.100 મળી કુલ કિ.રૂ.55,450નો મુદામાલ ઝડપી પાડી બંનેની અટકાયત કરી છે.

07 Jul 2020, 7:25 AM (GMT)

COVID-19 Global Stats

11,852,077 Total Cases
543,634 Death Cases
6,813,848 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code