કાર્યવાહી@દાંતીવાડા: ભારે વિવાદોને અંતે સરકારી ડોક્ટરની બદલી કરી નાખી

અટલ સમાચાર, દાંતીવાડા દાંતીવાડા પીએચસી મામલે કાર્યવાહી સામે આવી છે. ભારે વિરોધ અને વિવાદો બાદ મેડીકલ ઓફિસરની બદલી કરી દેવામાં આવી છે. ચર્ચાસ્પદ વિડીયો અને ભાજપી આગેવાનોની રજૂઆત બાદ જિલ્લા આરોગ્ય દ્વારા ડોક્ટરને અન્યત્ર ખસેડી રાહત લેવાઇ છે. આવી સ્થિતિમાં આરોગ્ય કેન્દ્ર ગામમાં ભારે ચર્ચામાં આવી ગયું છે. સમગ્ર મામલે ડોક્ટરની ભૂમિકા અનેક સવાલો ઉભી
 
કાર્યવાહી@દાંતીવાડા: ભારે વિવાદોને અંતે સરકારી ડોક્ટરની બદલી કરી નાખી

અટલ સમાચાર, દાંતીવાડા

દાંતીવાડા પીએચસી મામલે કાર્યવાહી સામે આવી છે. ભારે વિરોધ અને વિવાદો બાદ મેડીકલ ઓફિસરની બદલી કરી દેવામાં આવી છે. ચર્ચાસ્પદ વિડીયો અને ભાજપી આગેવાનોની રજૂઆત બાદ જિલ્લા આરોગ્ય દ્વારા ડોક્ટરને અન્યત્ર ખસેડી રાહત લેવાઇ છે. આવી સ્થિતિમાં આરોગ્ય કેન્દ્ર ગામમાં ભારે ચર્ચામાં આવી ગયું છે. સમગ્ર મામલે ડોક્ટરની ભૂમિકા અનેક સવાલો ઉભી કરતી છતાં બદલીને અંતે પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે.

આ રહ્યો વિવાદાસ્પદ વિડિયો

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા આરોગ્ય કેન્દ્રની સેવા સામે ચિંતાજનક સ્થિતિ બની હતી. અનેક આક્ષેપો સાથેની રજૂઆત સામે આવી હતી. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સવારે સમયે ખુલ્યા બાદ બપોર પછી બંધ થઇ જાય છે. મેડિકલ ઓફિસર છેલ્લા ઘણા સમયથી વિખવાદોમાં ઘેરાયેલા છે, ત્યારે મેડિકલ ઓફિસર અંકિત પટેલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ડોકટર ટી.વી જોઈ રહ્યા છે અને બહાર દર્દીઓની ભારે ભીડ થઈ છે. દર્દીઓની ભીડથી સોશિયલ ડિસ્ટન્ટનો પણ અભાવ દેખાઈ રહ્યો છે. સારવાર અર્થે આવેલા દર્દીઓ કલાકો સુધી બહાર બેસી રહ્યા અને બાદમાં તેમને કોઈ પણ જાતની તપાસ કર્યા સિવાય બહારથી દવા આપી તેમને રવાના કરી દેવામાં આવ્યા હતા. આ પ્રકારની બૂમરાણ મચી ગઇ હતી.

કાર્યવાહી@દાંતીવાડા: ભારે વિવાદોને અંતે સરકારી ડોક્ટરની બદલી કરી નાખી

સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્થાનિક ભાજપી આગેવાનોએ રજૂઆત પણ કરી હતી. આ તમામ બાબતોને પગલે મેડિકલ ઓફિસર પટેલની બદલી થઇ છે. સરકારી ડોક્ટરને દાંતીવાડાથી બનાસકાંઠા જિલ્લાના જ રાજકોટ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૂકવામાં આવ્યા છે.