કાર્યવાહી@ડીસા: આંતરરાજ્ય વાહનચોરી કરતાં 3 આરોપી ઝડપાયા, તપાસ શરૂ

અટલ સમાચાર,ડીસા કોરોના મહામારી વચ્ચે ડીસા ઉત્તર પોલીસે આંતરરાજ્ય વાહનચોરીના ત્રણ આરોપીને ઝડપી લીધા છે. ઉત્તર પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન સ્વિફ્ટ ગાડી પકડી તેમાંથી ગાડીના લોક તોડવાના સાધનો સહિત ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં આ ઇસમોએ ઊંઝા, મહેસાણા સહિત ગુજરાત અને હરિયાણામાં અનેક જગ્યાએથી ગાડીઓ ચોરી હોવાનું કબૂલ્યુ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
કાર્યવાહી@ડીસા: આંતરરાજ્ય વાહનચોરી કરતાં 3 આરોપી ઝડપાયા, તપાસ શરૂ

અટલ સમાચાર,ડીસા

કોરોના મહામારી વચ્ચે ડીસા ઉત્તર પોલીસે આંતરરાજ્ય વાહનચોરીના ત્રણ આરોપીને ઝડપી લીધા છે. ઉત્તર પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન સ્વિફ્ટ ગાડી પકડી તેમાંથી ગાડીના લોક તોડવાના સાધનો સહિત ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં આ ઇસમોએ ઊંઝા, મહેસાણા સહિત ગુજરાત અને હરિયાણામાં અનેક જગ્યાએથી ગાડીઓ ચોરી હોવાનું કબૂલ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યવાહી@ડીસા: આંતરરાજ્ય વાહનચોરી કરતાં 3 આરોપી ઝડપાયા, તપાસ શરૂ
જાહેરાત

બનાસકાંઠા જીલ્લાની ડીસા ઉત્તર પોલીસે વાહનચોરીના ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. આ ત્રણ ઇસમો ગાડીના લોક તોડી ચોરી કરતાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. આ તરફ પોલીસે અંદાજીત ૪ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આરોપીઓની પુછપરછમાં તેઓએ ઊંઝા, મહેસાણા સહિત ગુજરાત અને હરિયાણામાં પણ ગાડીઓ ચોરી હોવાનું કબૂલતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.