કાર્યવાહી@ડીસા: ચાલુ ટ્રકમાંથી ચોખાના કટ્ટાની ચોરી કેસમાં 4 ઇસમો ઝડપાયા

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) કોરોના મહામારી વચ્ચે ડીસા રૂરલ પોલીસે ચાલુ ટ્રેલરમાંથી ચોરીના કેસ મામલે મોટી કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે. દોઢ મહિના અગાઉ હાઇવે પરથી ચાલુ ટ્રેલરમાંથી ચોખાના કટ્ટાની ચોરી થઇ હોવાની ફરીયાદ ડીસા રૂરલ પોલીસ મથકે નોંધાઇ હતી. જે બાદ પોલીસે બાતમીદારો ગોઠવી વધુ તપાસ હાથ ધરી હતી. જેને લઇ બાતમી આધારે
 
કાર્યવાહી@ડીસા: ચાલુ ટ્રકમાંથી ચોખાના કટ્ટાની ચોરી કેસમાં 4 ઇસમો ઝડપાયા

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

કોરોના મહામારી વચ્ચે ડીસા રૂરલ પોલીસે ચાલુ ટ્રેલરમાંથી ચોરીના કેસ મામલે મોટી કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે. દોઢ મહિના અગાઉ હાઇવે પરથી ચાલુ ટ્રેલરમાંથી ચોખાના કટ્ટાની ચોરી થઇ હોવાની ફરીયાદ ડીસા રૂરલ પોલીસ મથકે નોંધાઇ હતી. જે બાદ પોલીસે બાતમીદારો ગોઠવી વધુ તપાસ હાથ ધરી હતી. જેને લઇ બાતમી આધારે પોલીસે એક ઇસમને ઝડપી પાડી તપાસ કરતાં અન્ય ચાર આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા રૂરલ પોલીસ મથકે નોંધાયેલા ચાલુ ટ્રેલરમાંથી ચોરીના ગુનાના આરોપીઓ ઝડપાયા છે. ગત દિવસોએ આશીકઅલી મુઝામ્મીલઅલી જાતે રાહી(મુસલમાન) ઉ.વ.33, ધંધો.ડ્રાઈવીંગ, રહે.ભવાનીપુર ખેરૂ, તા.શાહેશવાન, જી.બદાઉ(ઉત્તરપ્રદેશ)એ જાહેર કરેલ કે,તેમનુ ટ્રક ટેલરમાં ચોખાના કટ્ટા ભરેલ તે લઇ હંકારી કુચાવાડાથી ઝેરડા તરફ જતા રસ્તામાં ચાલુ ટ્રકે ટેલરમાં ભરેલ ચોખાના કટ્ટામાંથી કોઇ અજાણ્યા ચોર ઇસમે ટ્રક ટેલર ઉપરની ટાટ પતરી કાપી ચોખાના કટ્ટા નંગ-36, કિ.રૂ.54,000ની ચોરી કરી લઇ ગયેલ હતા.

આ ફરીયાદને આધારે ડીસા રૂરલ પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં.819/2020 ઇ.પી.કો કલમ 379 મુજબનો અનડીટેકટ ગુનો તા.27-07-2020ના રોજ દાખલ થયેલ હોઇ જેની તપાસ બી.એસ.જાડેજા પોલીસ સબ ઇન્સપેકટરને સોપવામા આવેલ હતી. જે બાદમાં બાતમીને આધારે રૂરલ પોલીસે તા.13-09-2020ના રોજ એક ઇસમ જાવેદશા બચલશા સાંઇ રહે. ધાનેરા મળી આવેલ હોઇ જેને વિશ્વાસમા લઇ યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા સદરહું ઇસમે ગત તા.25-07-2020ના રોજ ગુનામા સંડોવાયેલ તમામ ગેંગના સભ્યો પૈકીના ચાર ઇસમો, એક અલ્ટો ગાડી તથા એક કમાન્ડર ગાડી તથા ચોરીમાં ગયેલ ચોખાના બચેલ મુદ્દામાલના સાડા ત્રણ કટ્ટાની આશરે કી.રૂ.૫૫૦૦ના મુદામાલ સાથે અટકાયત કરી હતી. જે બાદ કોરોના રીપોર્ટ કરાવા તથા અટક કરવા તજવીજ કરવામા આવી હતી. જોકે આ ઇસમોને સઘન પુછપરછ થતાં બીજા ગુનાઓ ડીટેકટ થવાની શકયતાઓ છે.

ઝડપાયેલા ઇસમો

  • જાવેદશા બચલશા સાંઇ રહે. ધાનેરા (માસ્ટર માઇન્ડ)
  • પરષોતમભાઇ મશરાજી નાઇ રહે. ધાનેરા (માલ ખરીદનાર)
  • પીયુષભાઇ જગદીશભાઇ નાઇ રહે. રૂણી તા. ધાનેરા (ચાલક)
  • અશોકભાઇ વાઘાભાઇ ડાભી રહે. રૂણી તા. ધાનેરા (ચાલક તથા વાહન માલીક)