આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ડીસા પંથકમાંથી રેમડિસિવર ઇન્જેક્શન વધુ ભાવે વેચાણ કરતાં ઇસમો ઝડપાયા છે. બનાસકાંઠા LCBની ટીમે ચોક્કસ બાતમી આધારે એક હોટલ નજીકથી રેમડિસિવર ઇન્જેક્શન વેચતાં અને ખરીદતાં કુલ 8 ઇસમોને ઝડપી પાડ્યા છે. LCBની પુછપરછમાં ઇસમો આ ઇન્જેક્શન નંગ-02 કિ.રૂ.1798માં ગેરકાયદેસર રીતે મેળી રૂ.60,000માં વેચતાં હોવાનું ખુલ્યુ હતુ. LCBએ તમામને ઝડપી પાડી ઇસમો સામે ડીસા રૂરલ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રેન્જ આઇજી જે.આર.મોથાલિયા અને બનાસકાંઠા SP તરૂણ દુગ્ગલે રેમડીસીવર ઇન્જેકશનોની કાળા બજારી રોકવા અંગે સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI એચ.પી.પરમાર અને PSI આર.જી.દેસાઈના માર્ગદર્શન હેઠળ દિગ્વિજયસિંહ, નરેશભાઇ, પ્રકાશભાઇ, જયપાલસિંહ, ઇશ્વરભાઇ, પ્રવિણકુમાર, ગજેન્દ્રદાન, નાથુભાઇ, પ્રકાશકુમાર, મહેશભાઇ, ભરતભાઇ તથા લક્ષ્મણસિંહ સહિતનો સ્ટાફ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, રેમડેસીવીર ઇન્જેકશનોનુ કાળા બજારમાં વેચાણ તથા ખરીદ થાય છે અને એક આઇ-10 કારમાં કેટલાક ઇસમો રેમડેસીવીર ઇન્જેકશનનો કાળા બજારમાં મેળવવા ડીસા ડીસંન્ટ હોટલ નજીક આવનાર છે.

બનાસકાંઠા LCBની ટીમને ચોક્કસ બાતમી મળી હોઇ તાત્કાલિક ડીસાની ડીસ્ટન હોટલે પહોંચી કાર્યવાહી કરી હતી. જ્યાં રેમડીસીવર ઇન્જેકશનોની ખરીદી કરનાર અને વેચનાર કુલ 8 ઇસમોને ઝડપી પાડ્યા છે. જેમની પ્રાથમિક પુછપરછમાં તેઓ ગેરકાયદેસર રીતે રેમડેસિવિર ઇન્જેક્શન નંગ-02 કિ.રૂ.1798માં ખરીદી બંને ઇન્જેક્શન રૂ.60,000માં વેચતાં હોવાનું સામે આવ્યુ છે. LCBએ રેમડીસીવર ઇન્જેકશન નંગ-02 કિ.રૂ.1897 તથા મોબાઇલ ફોન નંગ-07 કિ.રૂ.60,500, વાહનો નંગ-02, કિ.રૂ.5,00,000 તથા રોકડ રકમ રૂ.60,000 મળી કુલ કિ.રૂ.6,22,298ના મુદ્દામાલ સાથે 8 આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ડીસા રૂરલ પોલીસ સ્ટેશન મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

LCBએ રેમડેસિવિર ઇન્જેક્શન ખરીદ-વેચાણમાં 8 ઇસમને ઝડપ્યાં

બનાસકાંઠા LCBએ રેમડેસિવિર ઇન્જેક્શન ખરીદનાર ઇશ્વરભાઇ શંકરભાઇ લુહાર રહે.ઘેસડા તા.થરાદ, ભેમજીભાઇ વનાભાઇ ચૌધરી રહે.ઘેસડા તા.થરાદ, આશારામભાઇ શંકરભાઇ લુહાર રહે.ઘેસડા તા.થરાદ, કીરણભાઇ પોપટભાઇ લુહાર રહે.ચાંદરવા તા.વાવને ઝડપી પાડ્યા છે. આ સાથે રેમડેસીવીર ઇન્જેકશનનોનુ વેચાણ કરનાર, હર્ષ લેખરાજભાઇ ઠક્કર રહે.મ.નં.કે/206 વસંતનગર ટાઉન શીપ ગોતા અમદાવાદ શહેર મુળ રહે. ૬૫ મંગળપાર્ક રીલાયંન્સ પેટ્રોલ પંપની પાછળ ડીસા, હરેશભાઇ મહેન્દ્રભાઇ માળી રહે.મ.નં.જે/004 વસંતનગર ટાઉન શીપ ગોતા અમદાવાદ શહેરમુળ રહે.જોધપુરીયા ઘાણી માલગઢ તા.ડીસા, આકાશભાઇ છગનભાઇ દેસાઇ રહે.મ.નં.1442 ભગવતીનગર વસંતનગર ટાઉન શીપ ગોતા અમદાવાદ અને પવનભાઇ હરીઓમનાથ યોગી રહે.મ.નં.એલ/3632 ભગવતીનગર વસંતનગર ટાઉન શીપ ગોતા અમદાવાદને ઝડપી પાડ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code