કાર્યવાહી@ડીસા: તડીપાર થયેલ ઇસમ મંજૂરી વગર જીલ્લામાં પ્રવેશ્યો, ઝડપાયેલા શખ્સ વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર ડીસા પંથકમાંથી તડીપાર કરાયેલ ઇસમ પોતાના ઘરે મળી આવતાં તેને ઝડપી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ અગાઉ પ્રોહિબિશનના ગુનામાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ડીસા દ્રારા એક ઇસમને બનાસકાંઠા જીલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યો હતો. જોકે તે ઇસમ તડીપાર હોવા છતાં પોતાના ઘરે આવ્યો હોવાની પોલીસને ચોક્કસ બાતમી મળતાં પંચો
 
કાર્યવાહી@ડીસા: તડીપાર થયેલ ઇસમ મંજૂરી વગર જીલ્લામાં પ્રવેશ્યો, ઝડપાયેલા શખ્સ વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ડીસા પંથકમાંથી તડીપાર કરાયેલ ઇસમ પોતાના ઘરે મળી આવતાં તેને ઝડપી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ અગાઉ પ્રોહિબિશનના ગુનામાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ડીસા દ્રારા એક ઇસમને બનાસકાંઠા જીલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યો હતો. જોકે તે ઇસમ તડીપાર હોવા છતાં પોતાના ઘરે આવ્યો હોવાની પોલીસને ચોક્કસ બાતમી મળતાં પંચો સાથે રેઇડ કરી તેને ઝડપી પાડ્યો હતો. આ સાથે ઇસમ વિરૂધ્ધ ડીસા રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ઝેરડા ગામેથી તડીપાર યુવક ઝડપાયો છે. ઝેરડાના કેદારનગરમાં રહેતાં પ્રફુલસિંહ ઉર્ફે ચકો મફતસિંહ વાઘેલાને ગત દિવસોએ ડીસા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટે પ્રોહીબિશનના ગુનામાં જીલ્લામાંથી તડીપાર કર્યો હતો. જેથી કાયદાકીય નિયમો મુજબ તે કોર્ટ કે સક્ષમ અધિકારીની મંજૂરી વિના બનાસકાંઠા જીલ્લાની હદમાં પ્રવેશી શકે નહીં. આમ છતાં આ ઇસમ પોતાના ઘરે કોઇની પણ પુર્વ મંજૂરી વગર આવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી પંચો સાથે રાખી ઇસમને ઝડપી લેવાયો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જીલ્લામાંથી તડીપાર કરાયેલ ઇસમ તેના ઘરે મળી આવતાં તેના વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. ડીસા રૂરલ પોલીસની ટીમ ગઇકાલે સાંજે પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી આધારે ઇસમના ઘરે રેઇડ કરી તેને ઝડપી લીધો હતો. આ સાથે ઇસમે કોઇપણ પુર્વ મંજૂરી વગર જીલ્લામાં પ્રવેશ મેળવ્યો હોઇ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. આ સાથે ઇસમ વિરૂધ્ધ ડીસા રૂરલ પોલીસ મથકે આઇપીસી કલમ 142 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.