કાર્યવાહી@ડીસા: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો, શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવાયા

અટલ સમાચાર,ડીસા(અંકુર ત્રિવેદી) કોરોના મહામારી વચ્ચે આજે ડીસામાં ફરી એકવાર ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે સપાટો બોલાવ્યો હતો. આજે સવારના સમયે શહેરના લાઠી બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે શંકાસ્પદ ઘીના સેમ્પલ લીધા હતા. તંત્રની કાર્યવાહીને લઇ પંથકના બનાવટી ઘી બનાવતાં વેપારીઓમાં ફફડાટનું વાતાવરણ સર્જાયુ છે. આ તરફ ઘીના સેમ્પલ લીધા બાદ તંત્રએ વધુ તપાસ હાથ ધરી
 
કાર્યવાહી@ડીસા: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો, શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવાયા

અટલ સમાચાર,ડીસા(અંકુર ત્રિવેદી)

કોરોના મહામારી વચ્ચે આજે ડીસામાં ફરી એકવાર ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે સપાટો બોલાવ્યો હતો. આજે સવારના સમયે શહેરના લાઠી બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે શંકાસ્પદ ઘીના સેમ્પલ લીધા હતા. તંત્રની કાર્યવાહીને લઇ પંથકના બનાવટી ઘી બનાવતાં વેપારીઓમાં ફફડાટનું વાતાવરણ સર્જાયુ છે. આ તરફ ઘીના સેમ્પલ લીધા બાદ તંત્રએ વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યવાહી@ડીસા: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો, શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવાયા

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી સામે આવી છે. આજે સવારે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે ચોક્કસ બાતમી આધારે શહેરના લાઠી બજારમાં ઘીની ફેક્ટરી પણ દરોડા પાડ્યા હતા.

કાર્યવાહી@ડીસા: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો, શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવાયા
જાહેરાત

તંત્રએ કાર્યવાહી દરમ્યાન સંગમ, શિવમ અને શ્રી ધીના સેમ્પલ લીધા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આજે અચાનક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીથી પંથકમાં બનાવટી ઘી બનાવતાં વેપારીઓમાં ચકચાર મચી ગઇ છે.

કાર્યવાહી@ડીસા: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો, શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવાયા