કાર્યવાહી@ડીસા: LCBએ દારૂ ભરેલી કાર સાથે 3.90 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

અટલ સમાચાર,ડીસા કોરોના મહામારી વચ્ચે પાલનપુર LCBએ ડીસામાં કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ચોક્કસ બાતમી આધારે LCBએ સ્ટાફ સાથે આખોલ ચોકડી પાસે વોચ ગોઠવી કાર આવતાં અન્ય વાહનો વડે ટ્રાફીક કરવામાં આવ્યો હતો. જેથી કારમાંથી એક ઇસમ ઉતરીને ભાગવામાં સફળ રહ્યો તો બીજા એક ઇસમને પોલીસે દબોચી લીધો હતો. જે બાદમાં LCBએ કારમાંથી 1.40
 
કાર્યવાહી@ડીસા: LCBએ દારૂ ભરેલી કાર સાથે 3.90 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

અટલ સમાચાર,ડીસા

કોરોના મહામારી વચ્ચે પાલનપુર LCBએ ડીસામાં કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ચોક્કસ બાતમી આધારે LCBએ સ્ટાફ સાથે આખોલ ચોકડી પાસે વોચ ગોઠવી કાર આવતાં અન્ય વાહનો વડે ટ્રાફીક કરવામાં આવ્યો હતો. જેથી કારમાંથી એક ઇસમ ઉતરીને ભાગવામાં સફળ રહ્યો તો બીજા એક ઇસમને પોલીસે દબોચી લીધો હતો. જે બાદમાં LCBએ કારમાંથી 1.40 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. કાર્યવાહી દરમ્યાન એલસીબીએ કુલ નો મુદ્દામાલ ઝડપી પાડી ડીસા દક્ષિણ પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાની પાલનપુર LCBએ ચોક્કસ બાતમી આધારે ડીસાથી દારૂ ભરેલી ટાટા સફારી ઝડપી પાડી છે. LCBને બાતમી મળી હતી કે, ડીસાની આખો ચોકડી હાઇવે ઉપરથી એક ટાટા સફારી ગાડીમાં વિદેશી દારૂ ભરેલ હોવાની પુરેપુરી શક્યતા છે. જે આધારે LCBએ વોચ ગોઠવી બાતમીવાળી કાર આવતાં તેમાંથી એક ઇસમ ફરાર થઇ ગયો તો બીજા ઇસમને ઝડપી લેવાયો હતો. જે બાદમાં પોલીસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ડીસા દક્ષિણ પોલીસે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

કાર્યવાહી@ડીસા: LCBએ દારૂ ભરેલી કાર સાથે 3.90 લાખનો મુદ્દામાલ ઝડપ્યો
જાહેરાત

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અનલોકમાં મળેલી છૂટ વચ્ચે LCBએ દારૂ ભરેલી કાર ઝડપી પાડતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ તરફ LCBએ કાર્યવાહી દરમ્યાન વિદેશી દારૂની બોટલ નંગ-351 કિ.રૂ.1,40,400 અને ગાડી તથા મોબાઇલ સહિતનો મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.3,90,900નો મુદ્દામાલ ઝડપી પાડી ડીસા દક્ષિણ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો. આ તરફ પોલીસે ચાર ઇસમોના નામજોગ પ્રોહી એક્ટની કલમ 65(a),65(e),116-B,81,83,98(2) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  • પુખરાજ ક્રિષ્નારામ ખીલેરી(વિશ્નોઇ)
  • ભજનલાલ બાબુલાલ વિશ્નોઇ
  • ભારમલ દેવાસી
  • વનરાજસિંહ