કાર્યવાહી@ડીસા: પોલીસે ફિલ્મી ઢબી કારનો પીછો કર્યો, દારૂ સહિત 4.97 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર ડીસા તાલુકાના ગામે મધરાત્રે પોલીસે ફિલ્મી સ્ટાઇલે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. જોકે અંધારાનો લાભ લઇ કારમાં બેસેલાં ઇસમો નાસી છુટ્યા હતા. વિગતો મુજબ મધરાત્રે ડીસા રૂરલ પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે એક ગામ નજીક વોચ ગોઠવી હતી. જે બાદમાં દારૂ ભરેલી કારના ચાલકે ગાડી ભગાવી મુકતાં
 
કાર્યવાહી@ડીસા: પોલીસે ફિલ્મી ઢબી કારનો પીછો કર્યો, દારૂ સહિત 4.97 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ડીસા તાલુકાના ગામે મધરાત્રે પોલીસે ફિલ્મી સ્ટાઇલે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. જોકે અંધારાનો લાભ લઇ કારમાં બેસેલાં ઇસમો નાસી છુટ્યા હતા. વિગતો મુજબ મધરાત્રે ડીસા રૂરલ પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે એક ગામ નજીક વોચ ગોઠવી હતી. જે બાદમાં દારૂ ભરેલી કારના ચાલકે ગાડી ભગાવી મુકતાં પોલીસે પણ ફિલ્મી સ્ટાઇલે પીછો કર્યો હતો. જે બાદમાં એક જગ્યાએ કારના ચાલકે કાબૂ ગુમાવતાં અકસ્માત થતાં ચાલક અને એક ઇસમ નાસી છુટ્યા હતા. પોલીસે કારમાંથી વિદેશી દારૂ સહિત કુલ 4.97 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના વિઠોદર નજીકથી દારૂ ભરેલી કાર ઝડપાઇ છે. ડીસા રૂરલ PI એમ.જે.ચૌધરી સહિતની ટીમે ગઇકાલે મધરાત્રે કાર્યવાહી કરી છે. રાત્રે ચોક્કસ બાતમી આધારે ઝેરડા બસ સ્ટેન્ડ પાસે પંચો સાથે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમીવાળી દારૂ ભરેલી સ્વિફ્ટ આવતાં તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે ચાલકે પોલીસને જોઇ કારને ડીસા બાજુ ભગાવતાં પોલીસે પણ ફિલ્મી સ્ટાઇલે તેનો પિછો કર્યો હતો. આ દરમ્યાન કારને અકસ્માત નડતાં બંને ઇસમો નાસી છુટ્યાં હોઇ પોલીસે દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

કાર્યવાહી@ડીસા: પોલીસે ફિલ્મી ઢબી કારનો પીછો કર્યો, દારૂ સહિત 4.97 લાખનો મુદ્દામાલ જપ્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ડીસા પંથકમાંથી ફરી એકવાર વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઇ છે. ડીસા રૂરલ પીઆઇ સહિતની ટીમે ગઇકાલે મોડીરાત્રે દારૂ ભરેલી કારને રોકવાનો ઇશારો કરતાં ચાલકે કાર ભગાવી મુકી હતી. જે બાદમાં જાવલ થઇ વિઠોદર નજીક કાર સિમેન્ટના બાંકડા સાથે અથડાતાં ચાલક સહિત બે ઇસમ નાસી છુટ્યાં હતા. પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલ અને બિયર ટીન નંગ-1080, કિ.રૂ.1,47,200 અને કારની કિ.રૂ.3,50,000 મળી કુલ કિ.રૂ.4,97,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે ફરાર 2 ઇસમ સામે પ્રોહી એક્ટની કલમ 65(A)(E), 116-B, 98(2), 81 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.