કાર્યવાહી@ડીસા: ગુટખાના કાળા બજારી વેપારીઓ પર તોલમાપ તંત્રની તવાઇ

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરોFacebookTwitterPinterestEmailLinkedInWhatsAppઅટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે ડીસામાં ગુટખાની કાળાબજારી કરતા વેપારીઓ સામે તોલમાપ તંત્રએ કાર્યવાહી કરી છે. આજે સવારના સમયે બજારમાં આવેલી ગુટખાની દુકાનોમાં કાર્યવાહી કરી અને દંડ ફટકરાવામાં આવ્યો છે. આજે ડીસામાં તોલમાપ અધિકારી દ્રારા કુલ 52 હજારનો દંડ ફટકારાયો છે. જોકે તોલમાપ
 
કાર્યવાહી@ડીસા: ગુટખાના કાળા બજારી વેપારીઓ પર તોલમાપ તંત્રની તવાઇ
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે ડીસામાં ગુટખાની કાળાબજારી કરતા વેપારીઓ સામે તોલમાપ તંત્રએ કાર્યવાહી કરી છે. આજે સવારના સમયે બજારમાં આવેલી ગુટખાની દુકાનોમાં કાર્યવાહી કરી અને દંડ ફટકરાવામાં આવ્યો છે. આજે ડીસામાં તોલમાપ અધિકારી દ્રારા કુલ 52 હજારનો દંડ ફટકારાયો છે. જોકે તોલમાપ અધિકારીએ તપાસ હાથ ધરી હોવાના સમાચારથી અન્ય કાળા બજારી વેપારીઓ દુકાનો બંધ કરી પલાયન થઇ ગયા હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં આજે તોલમાપ વિભાગે કાર્યવાહી કરી છે. કોરોના વાયરસને લઇ લોકડાઉનના ચોથા તબક્કામાં આંશક છુટછાટ સાથે ગુટખાની છુટ મળી હોવા છતાં અમુક વેપારીઓ કાળા બજાર કરતા હોવાથી બુમરાડ ઉઠી હતી. જેને લઇ આજે તોલમાપ અધિકારીએ ડીસામાં કાર્યવાહી કરી હતી. જેમાં અનેક કાળાબજારી કરતા વેપારીઓ દુકાન બંધ કરી રફુચક્કર થઇ ગયા હતા. આજે તોલમાપ વિભાગે વેપારીઓને કુલ 52 હજારનો દંડ ફટકાર્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો