કાર્યવાહી@ધાનેરા: ચેકપોસ્ટ પર ઇકોમાં પેસેન્જર પાસેથી અફીણનો જથ્થો ઝડપાયો, 2 ઇસમ વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, ધાનેરા કોરોના કહેર વચ્ચે ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પરથી અફીણના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ ઇસમ સાંચોરથી અફીણનો જથ્થો લઇ ખાનગી ઇકોમાં પેસેન્જર તરીકે ડીસા આવી રહ્યો હતો. આ દરમ્યાન નેનાવા ચેક પોસ્ટ પર શંકાના આધારે ઇસમને અફીણના જથ્થા સહિત કુલ કિ.રૂ.41,400ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો હતો.
 
કાર્યવાહી@ધાનેરા: ચેકપોસ્ટ પર ઇકોમાં પેસેન્જર પાસેથી અફીણનો જથ્થો ઝડપાયો, 2 ઇસમ વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, ધાનેરા

કોરોના કહેર વચ્ચે ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પરથી અફીણના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ ઇસમ સાંચોરથી અફીણનો જથ્થો લઇ ખાનગી ઇકોમાં પેસેન્જર તરીકે ડીસા આવી રહ્યો હતો. આ દરમ્યાન નેનાવા ચેક પોસ્ટ પર શંકાના આધારે ઇસમને અફીણના જથ્થા સહિત કુલ કિ.રૂ.41,400ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો હતો. આ સાથે તેને આ અફીણનો જથ્થો આપનાર ઇસમ સહિત કુલ 2 લોકો વિરૂધ્ધ ધાનેરા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા SP તરૂણ દુગ્ગલે જીલ્લામાં નાર્કોટીક્સ લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને ધાનેરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI જે.બી.ચૌધરીના વડપણ હેઠળની ટીમ નેનાવા ચેકપોસ્ટ ખાતે પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન શંકાના આધારે સાંચોર તરફથી આવતી ઇકોને સાઇડમાં રોકાવી હતી. જે બાદમાં ઇન્ચાર્જ PI જે.બી.ચૌધરીને જાણ કરાતાં તેઓ પંચો સાથે સ્થળ પર પહોંચ્યાં હતા. જ્યાં ઇકોમાં બેસેલા એક પેસેન્જરની તલાશી લેતાં તેની પાસેથી કાળા રંગનું ઘટ્ટ પ્રવાહી પદાર્થ અફીણ મળી આવ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ધાનેરા પોલીસની ટીમે શંકાના આધારે ઇકો રોકાવી તપાસ કરતાં પેસેન્જરના કબજામાંથી અફીણનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે પારસારામ મફારામ મેઘવાળ (ઉ.વ.24, હાડેતર, તા.સાંચોર)ને ઝડપી પાડ્યો હતો. આ સાથે કોવિડ ટેસ્ટ કરાવવાનો હોઇ તેને હસ્તગત કરી પુછપરછ કરતાં તેને અફીણનો જથ્થો અશોકભાઇ ઉદારામ વિશ્નોઇ(રહે.સેડીયા, તા.સાંચોર)વાળાએ આપ્યો હોવાનું કબૂલ્યુ હતુ. જેથી પોલીસે અફીણનો જથ્થો 409 ગ્રામ, કિ.રૂ.40,900, મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂ.500 મળી કુલ કિ.રૂ.41,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે બે ઇસમ વિરૂધ્ધ ધાનેરા પોલીસે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ 8(C), 17(b), 29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.