કાર્યવાહી@ધ્રાંગધ્રા: SOGએ ગેરકાયદેસર પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઇસમને ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા સીટીમાંથી સુરેન્દ્રનગર SOGએ ગેરકાયદેસર બંદુક સાથે ઇસમને ઝડપી પાડ્યો છે. સુરેન્દ્રનગર SOG ની ટીમ ધ્રાંગધા સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી મળી હતી કે, ધ્રાંગધ્રા મદીના મસ્જીદ પાસે ખાટકીવાડમાં રહેતો એક ઇસમ બંદુક લઇને ફરી રહ્યો છે. જેથી તાત્કાલિક અસરથી સ્થળ પર જઇ પંચો સાથે રાખી SOG
 
કાર્યવાહી@ધ્રાંગધ્રા: SOGએ ગેરકાયદેસર પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઇસમને ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા સીટીમાંથી સુરેન્દ્રનગર SOGએ ગેરકાયદેસર બંદુક સાથે ઇસમને ઝડપી પાડ્યો છે. સુરેન્દ્રનગર SOG ની ટીમ ધ્રાંગધા સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી મળી હતી કે, ધ્રાંગધ્રા મદીના મસ્જીદ પાસે ખાટકીવાડમાં રહેતો એક ઇસમ બંદુક લઇને ફરી રહ્યો છે. જેથી તાત્કાલિક અસરથી સ્થળ પર જઇ પંચો સાથે રાખી SOG એ કોર્ડન કરી ઇસમને ઝડપી પાડ્યો છે. SOG એ બંદુક કિ.રૂ .25,000ની જપ્ત કરી ઇસમ સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર એસપીએ જીલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સુચના આપેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર SOG ની ટીમ ધ્રાંગધા સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, ધ્રાંગધ્રા મદીના મસ્જીદ પાસે ખાટકીવાડમાં રહેતો ઈકબાલભાઈ ગુલાબભાઈ બાબી પોતાની પાસે ગે.કા.લાયસન્સ કે પરવાના વગરનું હથીયાર પોતાની પાસે રાખે છે. અને હાલમાં તે અહીંથી નીકળવાનો હોય. આ ચોક્કસ બાતમી આધારે SOG એ તાત્કાલિક પંચના માણસો બોલાવી અત્રે વોચ ગોઠવી ઇસમને કોર્ડન કરી ઝડપી લીધો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઇસમ SOGની ટીમને જોઇ નાસવા જતો હોઇ તાત્કાલિક કોર્ડન કરી તેને ઝડપી લેવાયો હતો. આ સાથે SOG એ ઇસમ પાસેથી ગેરકાયદેસર બંદુક કિ.રૂ .25,000 અને તથા જીવતા કાર્ટીસ નંગ એકની કિંમત રૂ .100 ગણી કુલ કિંમત રૂ .25,100 નો મુદામાલ ઝપ્ત કર્યો છે. કાર્યવાહી દરમ્યાન ઈકબાલભાઈ ગુલાબભાઈ બાબી (ખાટકી) ૨હે.ખાટકીવાડ, મદીના મસ્જીદ પાસે તા-ધ્રાંગધ્રા જી-સુરેન્દ્રનગર તેની સામે ધ્રાંગધા સીટી પોલીસ મથકે હથિયાર ધારાની કલમ 25(1), 25(1-b) ( a ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.