કાર્યવાહી@હિંમતનગર: રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાનો વેપાર કરતો ઇસમ ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર હિંમતનગર તાલુકાના ગામે રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરતાં ઇસમ ઝડપાયો છે. સાબરકાંઠા SOGની ટીમે ચોક્કસ બાતમી આધારે ઇસમના ઘરે પંચો સાથે રેઇડ કરી હતી. જ્યાં સ્થળ પરથી 1,310 કિ.ગ્રા ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે ઇસમને ઝડપી પાડી તેની વિરૂધ્ધ ગાંભોઇ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવી કોરોના
 
કાર્યવાહી@હિંમતનગર: રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાનો વેપાર કરતો ઇસમ ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

હિંમતનગર તાલુકાના ગામે રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરતાં ઇસમ ઝડપાયો છે. સાબરકાંઠા SOGની ટીમે ચોક્કસ બાતમી આધારે ઇસમના ઘરે પંચો સાથે રેઇડ કરી હતી. જ્યાં સ્થળ પરથી 1,310 કિ.ગ્રા ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે ઇસમને ઝડપી પાડી તેની વિરૂધ્ધ ગાંભોઇ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવી કોરોના ટેસ્ટ માટે મોકલાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યવાહી@હિંમતનગર: રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાનો વેપાર કરતો ઇસમ ઝડપાયો

સાબરકાંઠા SP નિરજ બડગુજરે જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહીની સુચના આપેલ છે. જે અનુસંધાને SOG PI વાય.જે.રાઠોડ અને PSI કે.કે.રાઠોડની ચોક્કસ બાતમી આધારે હિંમતનગર તાલુકાના કેનપુર ગામે રેઇડ કરી હતી. જ્યાં ભવાનસિંહ વીરસિંહ પરમારના ઘરેથી ગેરકાયદેસર 1,310 કિ.ગ્રા. ગાંજો જેની કિ.રૂ.13,100 નો મળી આવ્યો હતો. જેથી SOGએ તેને ઝડપી પાડી ઇસમ વિરૂધ્ધ ગાંભોઇ પોલીસ મથકે નાર્કોટીક્સ પદાર્થ અધિનિયમની કલમ 8(C), 20(b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.