કાર્યવાહી@કડી: કોરોના વચ્ચે જુગારની મહેફિલ, સ્થળ પરથી 7 જુગારી ઝબ્બે

અટલ સમાચાર, કડી (મનોજ ઠાકોર) કોરોના કહેર વચ્ચે કડીમાં જુગારીઓ બેફામ બન્યા હોવાનું સામે આવ્યુ છે. આજે એલસીબીએ બાતમી આધારે રેડ કરી એકસાથે 7 લોકોને રંગેહાથે જુગાર રમતા ઝડપી પાડ્યા છે. પોલીસે કાર્યવાહી દરમ્યાન રોકડ રકમ રૂ.42,200 અને મોબાઇલ નંગ-6 કિ.રૂ. 51,000 મળી કુલ કિ.રૂ. 93,200નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ તરફ ઝડપાયેલા તમામ આરોપીઓ
 
કાર્યવાહી@કડી: કોરોના વચ્ચે જુગારની મહેફિલ, સ્થળ પરથી 7 જુગારી ઝબ્બે

અટલ સમાચાર, કડી (મનોજ ઠાકોર)

કોરોના કહેર વચ્ચે કડીમાં જુગારીઓ બેફામ બન્યા હોવાનું સામે આવ્યુ છે. આજે એલસીબીએ બાતમી આધારે રેડ કરી એકસાથે 7 લોકોને રંગેહાથે જુગાર રમતા ઝડપી પાડ્યા છે. પોલીસે કાર્યવાહી દરમ્યાન રોકડ રકમ રૂ.42,200 અને મોબાઇલ નંગ-6 કિ.રૂ. 51,000 મળી કુલ કિ.રૂ. 93,200નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ તરફ ઝડપાયેલા તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડીમાં આજે એલસીબીએ બાતમી આધારે રેડ કરી 7 જુગારીઓને ઝડપી પાડ્યા છે. કડીના કુંડાળની જય સોમનાથ સોસાયટી પાસે આવેલ ખુલ્લી જગ્યામાં લાઈટના અજવાળે દર્પણગીરી ઉર્ફે જીગો નવનીતગીરી બહારથી માણસો બોલાવી ગંજીપત્તા-પાના પૈસા વડે તીન પત્તિનો હાર-જીતનો જુગાર રમી રમાડતો હતો. જેન લઇ એલસીબીએ રેડ કરી સાત લોકોને ઝડપી પાડ્યા છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, એલસીબીએ અચાનક રેડ કરતા જુગારીઓમાં અફરાતફરીના માહોલ વચ્ચે સાત લોકો આબાદ ઝડપાયા હતા. પોલીસે કાર્યવાહી દરમ્યાન રોકડ રકમ કિ.રૂ.42,200 , ગંજી પત્તા-પાના નંગ-52 કિ.રૂ.૦૦, એક મેણીયાનું પાથરણું કિ.રૂ.00 તથા મોબાઈલ નંગ-6 કિં.રૂ. 51,000 મળી કુલ રૂપિયા 93,200નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે ઝડપાયેલા આરોપીઓ સામે જુગારધારા કલમ 12, ઇપીસી કલમ 188 તથા એપેડેમીક ડિસીઝ એક્ટ 1897ની કલમ 3 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા જુગારીઓના નામ

  • ગોસ્વામી દર્પણગીરી ઉર્ફે જીગો નવનીતગીરી, રહે, કુંડાળ, જય સોમનાથ સોસાયટી
  • સરણીયા મેલાભાઇ રમેશભાઈ, રહે, કડી, સરણીયા વાસ
  • પ્રજાપતિ વિપુલભાઈ જ્યંતિભાઈ, રહે, કુંડાળ, જય સોમનાથ સોસાયટી
  • સિન્ધી ગૌતમ દિલીપભાઈ, રહે, કુંડાળ, જય સોમનાથ સોસાયટી
  • ઝાલા ભગીરથસિંહ ગજેન્દ્રસિંહ, રહે, કુંડાળ, જય સોમનાથ સોસાયટી મુળ રહે, કટોસણ (ધનપુરા)
  • પ્રજાપતિ ચેતનકુમાર જીવણભાઈ, રહે, કુંડાળ, જય અવિનાશ સોસાયટી
  • સેનમા પશાભાઇ કચરાભાઈ, રહે, કુંડાળ, જય સોમનાથ સોસાયટી