કાર્યવાહી@કડી: સીમમાં કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવતી વખતે જ SOG ત્રાટકી, 3 ઇસમ ઝડપાયાં

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કડી તાલુકાના ગામે ખાડો ખોદી કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવતાં 3 ઇસમને SOGએ ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી છે. મહેસાણા SOGની ટીમ ગઇકાલે સાંજે કડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે ગામની સીમમાં રેઇડ કરતાં 3 ઇસમો ઝેરી કેમિકલ ખાડો ખોદીને ઠાલવતાં હોવાનું ખુલ્યુ હતુ. જેને લઇ SOGને
 
કાર્યવાહી@કડી: સીમમાં કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવતી વખતે જ SOG ત્રાટકી, 3 ઇસમ ઝડપાયાં

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કડી તાલુકાના ગામે ખાડો ખોદી કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવતાં 3 ઇસમને SOGએ ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી છે. મહેસાણા SOGની ટીમ ગઇકાલે સાંજે કડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે ગામની સીમમાં રેઇડ કરતાં 3 ઇસમો ઝેરી કેમિકલ ખાડો ખોદીને ઠાલવતાં હોવાનું ખુલ્યુ હતુ. જેને લઇ SOGને ત્રણેય ઇસમ સાથે મોબાઇલ, રોકડ અને ટ્રક સહિત કુલ 4,60,200નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે ત્રણેય સામે કડી પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન SOGનો સ્ટાફ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, કડીના આદુંદરા ગામની સીમમાં પટેલ ચીનુભાઇ ભલુભાઇની જમીનમાં પટેલ રમેશભાઇ ટેન્કર મારફતે અને ડ્રાયવર પટેલ રણછોડભાઇ કલોલ જીઆઇડીસીમાંથી વેસ્ટેઝ કેમિકલ યુક્ત પ્રવાહી ભરી ખાડા ખોદી ઠાલવી રહ્યા છે. જે આધારે SOGએ તાત્કાલિક પંચો સાથે રેઇડ કરી ત્રણેયને સ્થળ પરથી કેમિકલ ઠાલવતાં રંગેહાથે ઝડપી પાડ્યા છે.

કાર્યવાહી@કડી: સીમમાં કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવતી વખતે જ SOG ત્રાટકી, 3 ઇસમ ઝડપાયાં

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વેસ્ટેઝ કેમિકલયુક્ત પ્રવાહની ઠાલવ્યાં બાદ ઇસમો ખાડો પણ ખુલ્લો રાખતાં હોઇ આસપાસના લોકોને સ્કિન કેન્સર જેવા ગંભીર રોગો થાય તેવું કૃત્ય કરતાં હોવાનું ખુલ્યુ છે. આ સાથે ઇસમોએ ખાડો ખુલ્લો રાખ્યો હોઇ માણસ તથા પશુ-પ્રાણી પડી જવાથી તેમજ સંપર્કમાં આવવાથી મોત થઇ શકે તેવી સ્થિતિનું નિમાર્ણ કર્યુ હતુ. મહેસાણા SOGની ટીમે ચોક્કસ બાતમી આધારે સ્થળ પર રેઇડ કરી ઘટનાસ્થળે જ ત્રણેય ઇસમોને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. કાર્યવાહી દરમ્યાન વેસ્ટેઝ કેમિકલયુક્ત પ્રવાહી ભરીને આવેલ ટ્રક, ત્રણેયના મોબાઇલ, રોકડ રકમ સહિત કુલ 4,60,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે ત્રણેય ઇસમ સામે કડી પોલીસ મથકે આઇપીસી 308, 277, 278, 114, પર્યાવરણ સુરક્ષા અધિનિયમની કલમ 5 અને પાણી પ્રદુષણ અધિનિયમની કલમ 24 મુજબ ગુનો નોંધાયો છે.

કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવતી વખતે જ SOG ત્રાટકી

કડીના આદુંદરામાં ગઇકાલે સાંજે રમેશભાઇ આત્મારામ પટેલ(અનમોલ ગ્રીન, નાનીકડી), ચીનુભાઇ ભલુભાઇ પટેલ(પટેલવાસ-આદુંદરા) અને રણછોડભાઇ નાગરભાઇ પટેલ(ભક્તિનગર સોસાયટી-નાનીકડી) કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવતાં હોઇ SOGએ રેઇડ કરી હતી. રેન્જ આઇજી અભય ચુડાસમા અને પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલની સુચનાને લઇ SPGના ઇન્ચાર્જ PI એ.એમ.વાળા, PSI એ.યુ.રોઝ, ASI જહીરખાન, મનોહરસિંહ, ચેતનકુમાર, AHC દિલીપકુમાર, APC યુવરાજસિંહ, મનીષકુમાર, વિશ્વનાથસિંહ, AHTUના AHC ધીરૂકુમાર, APC નરેન્દ્રસિંહ સહિતના સ્ટાફે પંચો સાથે રાખી મોટી કાર્યવાહી કરી છે.