આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

કોરોના મહામારી વચ્ચે સાબરકાંઠા એલસીબીએ ખેડબ્રહ્મા આંગડીયા લુંટ વીથ મર્ડર કેસના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. ખેડબ્રહ્મામાં જનતા નાગરિક બેન્ક પાસે આવેલી આંગડિયા પેઢીના કર્મચારી પર લૂંટ કરી અને ફાયરિંગ કરી કર્મચારીનું ખૂન કરનાર છેલ્લા નવ મહિનાથી પોલીસ પકડથી દૂર હતા. એલસીબીએ ઘટનાના નવ માસ બાદ ચાર આરોપીની ધરપકડ કરી છે તો અન્ય બે આરોપીઓ પોલીસ પકડથી હજુ દુર છે. બાકી બે આરોપી પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મામાં નવ માસ અગાઉ બપોરના સમયે મુખ્ય બજારમાં આંગડિયા પેઢીના કર્મચારીની લૂંટ અને ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. ખેડબ્રહ્મામાં આવેલ એમ.માધવ નામની પેઢીના કર્મચારી બેન્કમાંથી રોકડ રકમ ઉપાડી જઈ રહ્યો તે દરમિયાન આંગડિયા પેઢીના કર્મચારી પાસેના થેલાની લૂંટ કરી અને બે રાઉન્ડ ફાયરિંગ કરી ત્યારબાદ ચાકુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર સાત આરોપીઓ પૈકીના ચાર આરોપીઓને એલસીબીએ દબોચી લીધા છે. આ તરફ બે આરોપી હજુ પોલીસના પકડ થી દુર છે જ્યારે એક આરોપી અગાઉ પોલીસે ધરપકડ કરેલ છે.

સૂત્રોએે જણાવ્યુ હતુ કે, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં એમ.માધવ નામની આંગડિયા પેઢીનો કર્મચારી બેન્કમાંથી રોકડ રકમ લઈને જઈ રહ્યો હતો. એ દરમિયાન કર્મચારી પાસેથી એક લાખ ૮૪ હજાર ૬૭૦ રૂપિયાની લૂંટ કરી બે રાઉન્ડ ફાયરિંગ કરી કર્મચારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. જેનો મુખ્ય આરોપી ઘટના બાદ નવ મહિના સુધી ફરાર હતો. તેને બરોડા પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. બરોડા પોલીસ પાસેથી સાબરકાંઠા જિલ્લા પોલીસે આરોપી લાવવામાં આવ્યા હતા. ઘટના બાદ થોડા દિવસમાં એક આરોપીની ધરપકડ કરાઈ હતી. આ તરફ એલસીબીએ અન્ય ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ઝડપાયેલા આરોપીઓના નામ

  • મુખ્ય આરોપી: મહિપતસિંહ ઉર્ફે રામવાળો ઉર્ફે સીતારામ ચંપુભા ઝાલા. બરોડા ગ્રામ્ય એસઓજીએ ધરપકડ કરી હતી ત્યાંથી સાબરકાંઠા પોલીસે તપાસ અર્થે લાવવામાં આવ્યો હતો અને કબૂલાત કરી છે.
  • હિતેશભાઈ હરગોવિંદભાઈ દેસાઈ, રહે,આદિવાડા, તા,બેચરાજી, જી:મહેસાણા
  • સુખાજી ઝાલુભા ઝાલા, રહે,:ફેંચડી, તા,બહેચરાજી, જી:મહેસાણા
  • મહાવીરસિંહ રણવીરસિંહ લાલસિંહ જોદ્ધા, રહે,મેઢાસણ, તા,મોડાસા, જી:અરવલ્લી
23 Sep 2020, 4:56 AM (GMT)

COVID-19 Global Stats

31,922,256 Total Cases
977,764 Death Cases
23,519,531 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code