આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ખેરાલુ

ખેરાલુ તાલુકાના ગામે આવેલી કરિયાણાની દુકાને સરકારી અનાજનો જથ્થો પડ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. મામલતદાર કચેરીને બાતમી મળતાં સ્થળ ઉપર તપાસ કરી હતી. જેમાં સરેરાશ 1 લાખથી વધુના ઘઉં અને ચોખા જોઇ કર્મચારીઓ સહિતની ટીમ ચોંકી ગયા હતા. પૂછપરછમાં દુકાનદારે જણાવ્યું હતું કે, સસ્તા અનાજની દુકાનેથી મળતો જથ્થો ખુદ રેશનકાર્ડ ધારકો આપી જતા હોય અને સામે મરચું મીઠું સહિતની ચીજવસ્તુઓ લઇ જતાં હોય છે. આથી તપાસ ટીમે પંચો બોલાવી કાયદેસર હાથ ધરી રિપોર્ટ કરતાં મોટી કાર્યવાહી સામે આવી છે. નાયબ મામલતદારે દુકાનદાર વિરુદ્ધ ખેરાલુ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી ગઇ છે.

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભાડ ગામે અગાઉ થયેલી પુરવઠાની રેડ બાદ મોટી કાર્યવાહી સામે આવી છે. બાતમી આધારે થયેલી રેડ બાદ કરીયાણાની દુકાન ચલાવતાં મોદી કનૈયાલાલ અંબાલાલને ત્યાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો હતો. અતિગરીબ લોકોને જાહેર વિતરણ હેઠળ વિતરણ કરવામાં આવતાં ઘઉં 1250 કીલો (કિમત રૂપિયા 25,000)ચોખા વજન 3150 કીલોગ્રામ (કીમત રૂપિયા 38,750) સહિતનો જથ્થો મળ્યો હતોકુ. કુલ રૂપિયા 1,03,750 સહિતનો અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે મળી આવ્યો હતો. આથી ખેરાલુ મામલતદાર કચેરીની તપાસ ટીમે પંચો બોલાવી પૂછપરછ કરતાં દુકાનદારે સરકારી જથ્થો હોવાનું સ્વિકાર્યું હતું. જોકે રેશનકાર્ડ ધારકોને મરચું સહિતની ચીજવસ્તુઓની જરૂર હોઇ સરકારી અનાજનો જથ્થો દુકાને આપી જતા હોવાની દલીલ રજૂ કરી હતી. જોકે આ દલીલનો કોઈ ઠોસ આધાર નહિ મળતાં અને જથ્થો કોણ આપી ગયા તે સ્પષ્ટ નહિ થતાં કાર્યવાહી કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, તપાસ અહેવાલ આધારે જણાયેલ ક્ષતિઓ બાબતે કલેક્ટર કચેરીએથી કારણદર્શક નોટીસ આપી ખુલાસો કરવા જણાવ્યું હતું. જોકે તપાસણી સમયે સીઝ કરવામાં આવેલ જથ્થા બાબતે કોઇ સ્પષ્ટ ખુલાસો થયેલ નથી. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના ઘઉં / ચોખાના જથ્થાને ૫૦ કીલોગ્રામમાં ભરતી કરવામાં આવેલ છે . જેથી તપાસણી દરમ્યાન આ કરીયાણાના વેપારી દ્વારા સીઝ કરવામાં આવેલ ઘઉં / ચોખા નો જથ્થો કોની પાસેથી ખરીદ્યો તે સહિતની પૂછપરછ કરી હતી. તપાસને અંતે છુટક કરીયાણાના વેપારી મોદી કનૈયાલાલ અંબાલાલ મોદી વિરૂધ્ધ આવશ્યક ચિજવસ્તુ ધારા 1955ની કલમ 3તથા 7તથા જાહેર વિતરણ વ્યવસ્થા નિયંત્રણના ભંગ બદલ શિક્ષાને પાત્ર ગુનો કર્યાં હોવાની ફરિયાદ થઈ છે . જેથી આ કામના મોદી કનૈયાલાલ અંબાલાલ રહે.ડભાડ તા.ખેરાલુ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા અને યોગ્ય કરવા કાર્યવાહી થવા ફરિયાદ આપી છે. ખેરાલુ પોલીસે આરોપી વિરુદ્ધ ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code