કાર્યવાહી@કચ્છ: SOGએ દવાઓ-ઈન્જેક્શનનાં જથ્થાં સાથે બોગસ ડોક્ટરને ઝડપી લીધો

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક મુંદ્રામાંથી પોલીસે કાર્યવાહી કરી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. અદાણી બંદર તરફ જતા માર્ગ પર માન્યતા અને ડિગ્રી વગર પ્રક્ટિસ કરતો મુળ હરીયાણો એક યુવક ઝડપાઈ ગયો હતો. જેની ઉમંર 26 વર્ષ જેટલી જણાઈ આવી હતી. બોગસ ડોક્ટરની ઉપર રેઈડ કરી કાર્યવાહીમાં 17,114 કિંમતની દવાઓ તથા ઈન્જેક્શનનો જથ્થો પણ કબજે
 
કાર્યવાહી@કચ્છ: SOGએ દવાઓ-ઈન્જેક્શનનાં જથ્થાં સાથે બોગસ ડોક્ટરને ઝડપી લીધો

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

મુંદ્રામાંથી પોલીસે કાર્યવાહી કરી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. અદાણી બંદર તરફ જતા માર્ગ પર માન્યતા અને ડિગ્રી વગર પ્રક્ટિસ કરતો મુળ હરીયાણો એક યુવક ઝડપાઈ ગયો હતો. જેની ઉમંર 26 વર્ષ જેટલી જણાઈ આવી હતી. બોગસ ડોક્ટરની ઉપર રેઈડ કરી કાર્યવાહીમાં 17,114 કિંમતની દવાઓ તથા ઈન્જેક્શનનો જથ્થો પણ કબજે કરાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કચ્છ જીલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે બાતમી આધારે મુદ્રામાં રેઈડ કરી હતી. જેમાં વિલમાર કંપની સામે દવાખાનું ખોલીને કોઇપણ જાતની પરમીશન વગર લોકોની સારવાર-નિદાનનું કામ કરી રહેલો એક આરોપી ઝડપાયો હતો. જે નાના કપાયા ખાતે પૂર્વી પાર્ક મહાવીર રેસીડેન્સી ખાતે રહેતો સૂર્યપ્રકાશ જયાસિંગ હોવાનુ સામે આવ્યુ હતુ.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે આ રેઈડ માંડવી તાલુકાના આરોગ્ય અધિકારી ડો. કૈલાસપતિ પાસવાનને સાથે રાખી કરી હતી. જેથી બોગસ ડોક્ટર વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીના દવાખાનામાંથી રૂ. 17,114 નો એલોપેથિક દવાઓ અને ઇન્જેકશનો જથ્થો પણ કબજે કરાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.