કાર્યવાહી@લીંબડી: જાહેરમાં જુગાર રમતાં 3 ઇસમ ઝડપાયા, 1.16 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, લીંબડી લીંમડી શહેરમાંથી ડીવીઝન પોલીસે બાતમી આધરે રેઇડ કરી જુગારીઓ સામે કાર્યવાહી કરી છે. પોલીસે ચોક્કસ બાતમી આધારે રેઇડ કરતા જુગારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. કાર્યવાહી દરમ્યાન એક જુગારી બાવળ જાડીનો લાભ લઇ ભાગવામાં સફળ રહ્યો તો અન્ય ત્રણ ઇસમો ઝડપાઇ ગયા હતા. પોલીસે ઝડપાયેલા ઇસમો પાસેથી રોકડ રકમ સહિત કુલ
 
કાર્યવાહી@લીંબડી: જાહેરમાં જુગાર રમતાં 3 ઇસમ ઝડપાયા, 1.16 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, લીંબડી

લીંમડી શહેરમાંથી ડીવીઝન પોલીસે બાતમી આધરે રેઇડ કરી જુગારીઓ સામે કાર્યવાહી કરી છે. પોલીસે ચોક્કસ બાતમી આધારે રેઇડ કરતા જુગારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. કાર્યવાહી દરમ્યાન એક જુગારી બાવળ જાડીનો લાભ લઇ ભાગવામાં સફળ રહ્યો તો અન્ય ત્રણ ઇસમો ઝડપાઇ ગયા હતા. પોલીસે ઝડપાયેલા ઇસમો પાસેથી રોકડ રકમ સહિત કુલ 1,16,700ના મુદામાલ ઝડપી પાડ્યો હતો. આ સાથે કુલ 4 ઇસમોના નામજોગ ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જીલ્લા નાયબ પોલીસ અધિક્ષક સી.પી.મુંધવાએ જુગારની પ્રવૃત્તિ અટકાવવા અને કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને ASI એમ.જી.બારના માર્ગદર્શન હેઠળ ASI પરાક્રમસિંહ પરમાર, HC હિતેન્દ્રસિંહ વાળા તથા PC સત્યજીતસિંહ ચુડાસમાં સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી કે, લીંમડી અંકેવાળીયા રોડ પર આવેલ હરીઓમ સ્ટોન એન્ડ માર્બલ તરફ આવેલ વોંકળામાં કેટલાક ઇસમો ગુડદીપાસાનો જુગાર રમે છે.

સુત્રોએ જણાવ્યું હતુ કે, ચોક્કસ બાતમી હોઇ લીંબડી ડીવીઝન પોલીસની ટીમે તાત્કાલીક રેઇડ કરતાં જુગારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે કાર્યવાહી દરમ્યાન 3 ઇસમો ઝડપા પાડ્યા તો એક ઇસમ નાસી છુટવામાં સફળ રહ્યો હતો. જો કે પોલીસે પુછપરછ કરી 3 લોકો સામે નામજોગ અને અન્ય 1 વ્યક્તિ મળી કુલ 4 લોકો સામે જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12 મુજબ ગુનો નોંધી તરાસ હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂ. 71,200, મોબાઇલ નંગ-3 કિં રૂ 11,500 તથા મોટર સાયકલ 1 કિં રૂ. 30,000 મળી કુલ કિં રૂ. 1,16,700નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

યાશીનભાઇ ઇસ્માઇલભાઇ ચૌહાણ, રહે-સતવારા શેરી, ગામ-રતનપર, તા-વઢવાણ, જી-સુરેન્દ્રનગર, પ્રવિણસિંહ અમરસિંહ ગોહિલ, રહે-જોરાવરનગર, લીંબડી બસ સ્ટેન્ડ રોડ, તા-વઢવાણ, જી-સુરેન્દ્રનગર, શબ્બીર સુલતાનભાઇ માલાણી, રહે- રતનપુર, શેરી નં-115, ખોજાના કબ્રસ્તાન પાસે, તા-વઢવાણ, જી-સુરેન્દ્રનગર.