આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મોડાસા

માલપુર પોલીસે બાતમીના આધારે ચોરીવાડ ગામે રેડ કરી દેશી દારૂની જથ્થો ઝડપી પાડ્યો હતો. લોકડાઉનમાં કાંતિ ખાતુભાઇ મસારના ઘરે રેડ કરી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી તોડી પાડી 260 લીટર દેશીદારૂના વોશનો નાશ કરી ભઠ્ઠી તોડી પડાઈ હતી. બુટલેગર પોલીસરેડ જોઈ રફુચક્કર થઈ ગયો હતો. માલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસાના માલપુર પીએસઆઈ એન.એમ.સોલંકી અને તેમની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં લોકડાઉનની અમલવારી માટે સઘન પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોરીવાડ ગામે દેશીદારૂનું ધૂમ વેચાણ થતું હોવાની બાતમી મળતા માલપુર પોલીસે કાંતિ ખાતુભાઇ મસારના રહેણાંક મકાનમાં રેડ કરતા કાંતિ મસાર ફરાર થઇ ગયા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કાર્યવાહી દરમયાન દેશી દારૂ લીટર-4 કિં.રૂ.80 તથા દેશી દારૂ ગાળવાનો વોશ 260 લીટર કિં. રૂ.520 અને દેશી દારૂ ગાળવાની સામગ્રી મળી કુલ રૂ.600નો મુદ્દામાલ જપ્ત કરરવામાં આવ્યો હતો. પોલીસ રેડ જોઈ નાસી ગયેલા કાંતિ ખાતુભાઇ મસાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code