કાર્યવાહી@મેઘરજ: CMની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતાં વીડિયો બનાવી અપલોડ કરતાં ઇસમ વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, મેઘરજ મેઘરજ તાલુકાના ગામના ઇસમે મુખ્યમંત્રીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવાં વીડિયો યુ-ટ્યુબમાં ચેનલ બનાવીને મુક્યાં હોઇ તેની સામે કાર્યવાહી થઇ છે. ઇસરી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે ઇસમને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. જે બાદમાં તપાસ કરતાં ઇસમે યુ-ટ્યુબ ચેનલ બનાવીને મુખ્યમંત્રી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતાં અને ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી બદનક્ષી
 
કાર્યવાહી@મેઘરજ: CMની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતાં વીડિયો બનાવી અપલોડ કરતાં ઇસમ વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, મેઘરજ

મેઘરજ તાલુકાના ગામના ઇસમે મુખ્યમંત્રીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવાં વીડિયો યુ-ટ્યુબમાં ચેનલ બનાવીને મુક્યાં હોઇ તેની સામે કાર્યવાહી થઇ છે. ઇસરી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે ઇસમને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. જે બાદમાં તપાસ કરતાં ઇસમે યુ-ટ્યુબ ચેનલ બનાવીને મુખ્યમંત્રી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતાં અને ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી બદનક્ષી કરી જુદા-જુદા વર્ગો વચ્ચે દ્રેષભાવ ઉતપન્ન થાય તેવા વીડિયો અપલોડ કર્યા હતા. જેથી ઇસમ વિરૂધ્ધ ઇસરી પોલીસ મથકે ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ઇસરી વાકાટીબા ગામના ઇસમે યુ-ટ્યુબમાં મુખ્યમંત્રી વિરૂધ્ધ પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા વીડિયો અપલોડ કરતાં ફરીયાદ નોંધાઇ છે. વિગતો મુજબ ઇસરના ઇન્ચાર્જ PI વિનોદકુમાર પટેલે પોલીસ ભવન ગાંધીનગર કચેરીથી મળેલ પત્ર આધારે કાર્યવાહી કરી છે. પત્ર મુજબ નિખિલ ઉર્ફે નિકિન નટુભાઇ દામા (વાંકાટીંબા, તા.મેઘરજ) વાળાએ પોતાની યુ-ટ્યુબ ચેનલમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જાહેર પ્રવચનો અને ટીવી પ્રોગ્રામો દરમ્યાન આપેલ સ્ટેટમેન્ટોનો અલગ-અલગ ફિલ્મી ડાયલોગોને જોડી વીડિયો બનાવી ચેનલમાં અપલોડ કર્યા હતા.

કાર્યવાહી@મેઘરજ: CMની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતાં વીડિયો બનાવી અપલોડ કરતાં ઇસમ વિરૂધ્ધ FIR

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઇસરી PIના માર્ગદર્શન હેઠળ બીટ નં-1ના ઇન્ચાર્જ ગોપાલચંદ્ર સહિતની ટીમે ચોક્કસ બાતમી આધારે ઇસમને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. આ સાથે તપાસ કરતાં તેની ચેનલમાં આ બધા વીડિયો અપલોડ કરેલ હોવાનું ખુલ્યુ હતુ. જેથી ઇસમ વિરૂધ્ધમાં મુખ્યમંત્રીની પ્રતિષ્ઠાને હાનિ પહોચાડતાં વીડિયો અપલોડ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર મામલે ઇસરી પોલીસે ઇસમ વિરૂધ્ધ આઇપીસી કલમ 469, 500, 505 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.