આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા તાલુકાના ગામ નજીકથી LCBનીએ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં ઇસમને ઝડપી પાડ્યો છે. મહેસાણા LCBની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી આધારે રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી. જ્યાં આરોપી ઇસમ IPL સિઝન-14ની ચેન્નઇ મુકામે ચેન્નઇ સુપર કિંગ્સ v/s કોલકત્તા નાઇટ રાઇડરની ટીમો વચ્ચે રમાઇ રહેલી ટી-20 ક્રિકેટ મેચનું ટી.વી. ઉપર જીવંત પ્રસારણ જોઇ પોતાના મોબાઇલ ફોન ઉપર ક્રીકેટ સટ્ટાબેટીંગનો હારજીતનો સટ્ટો રમાડતો હતો. LCBએ ઇસમની સાથે કુલ 35,000નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા તાલુકાના રામોસણા નજીક આવેલ અનમોલ વિલા-1માંથી LCBએ ક્રિકેટ સટ્ટો રમાડતાં એક ઇસમને ઝડપી પાડ્યો છે. LCBના શૈલેષકુમાર તથા તેજાભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે PSI એસ.બી.ઝાલા તથા ASI રત્નાભાઇ, HC શૈલેષકુમાર, તેજાભાઇ, નિલેશકુમાર તથા અરવિંદકુમાર એ રીતેના પોલીસ સ્ટાફની ટીમે ચોક્કસ બાતમી આધારે કાર્યવાહી કરી હતી. જેમાં કલ્પેશકુમાર ડાહ્યાલાલ સોની રહે.અનમોલ વિલા-1, મકાન.નં.20, રામોસણા, તા.જી.મહેસાણા પોતાના રહેણાંક મકાનમાં પોતાના અંગત આર્થિક ફાયદાસારૂ IPL સિઝન-14ની રમાઇ રહેલી ટી-20 ક્રિકેટ મેચનું ટી.વી. ઉપર જીવંત પ્રસારણ જોઇ પોતાના મોબાઇલ ફોન ઉપર ક્રીકેટનો સટ્ટો રમાડતા ઝડપાઇ ગયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, LCBની ટીમે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં ઇસમને ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. આ રેઇડ દરમ્યાન 2 મોબાઇલ ફોન કિં.રૂ.15,000, GTPL સેટઅપ બોક્સ સાથેનું સેમસંગ કંપનીનુ એલ.સી.ડી કલર ટી.વી. બંન્ને રીમોટની સાથે કિ.રૂ.20,000 મળી કુલ કિ.રૂ.35,000નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હોત. આ સાથે કલ્પેશકુમાર ડાહ્યાલાલ સોની વિરૂધ્ધ મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસ મથકે જુગારધારા અધિનિયમની કલમ 4, 5 તેમજ આઇટી એક્ટની કલમ 66 મુજબ ગુનો નોંધાવ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code