કાર્યવાહી@મહેસાણા: દારૂના કેસમાં નાસતાં-ફરતાં ઇસમને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે દબોચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે પ્રોહીબિશનના ગુનામાં નાસતાં ફરતાં ઇસમને ઝડપી પાડ્યો છે. વિગતો મુજબ મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે સાંથલ પોલીસના દારૂના કેસમાં નાસતાં ફરતાં ઇસમને ઝડપી પાડ્યો છે. આરોપી ઇસમ ગઇકાલે ધિણોજ ત્રણ રસ્તા પાસે ચાની લારી પાસે ઉભો હોવાથી તેને ઝડપી સાંથલ
 
કાર્યવાહી@મહેસાણા: દારૂના કેસમાં નાસતાં-ફરતાં ઇસમને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે દબોચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે પ્રોહીબિશનના ગુનામાં નાસતાં ફરતાં ઇસમને ઝડપી પાડ્યો છે. વિગતો મુજબ મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે સાંથલ પોલીસના દારૂના કેસમાં નાસતાં ફરતાં ઇસમને ઝડપી પાડ્યો છે. આરોપી ઇસમ ગઇકાલે ધિણોજ ત્રણ રસ્તા પાસે ચાની લારી પાસે ઉભો હોવાથી તેને ઝડપી સાંથલ પોલીસને સોંપવા કવાયત શરૂ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં નાસતાં-ફરતાં ઇસમોને ઝડપી લેવા સુચના આપેલ છે. જે અનુસંધાને મહેસાણા LCB PI એ.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોર્ડના PSI એસ.બી.ઝાલાની ટીમ નાસતાં ફરતાં ઇસમોએ ઝડપી લેવા તપાસમાં હતી. આ દરમ્યાન સાંથલ પોલીસ મથકે પ્રોહીબિશન હેઠળ ગુનાનો નાસતો ફરતો આરોપી વનરાજસિંહ ઉર્ફે કાળીયો કિર્તીસિંહ અભાજી (ઉ.વ.26, રહે.જોટાણા)ને ધીણોજ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડી સાંથલ પોલીસને સોંપવા કવાયત શરૂ કરી છે.