કાર્યવાહી@મોડાસા: સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર ઇસમને પોલીસે છેક અમરેલીથી ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા મોડાસા પંથકમાંથી ગત દિવસોએ સગીરાને લગ્ન અથવા જારકર્મ કરવાના ઇરાદે ભગાડી જનાર ઇસમને પોલીસે ઝડપી પાડ્યો છે. મોડાસા પંથકમાંથી અગાઉ સગીરાને લલચાવી-ફોસલાવી સ્થાનિક ઇસમ ફરીયાદના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો. જે બાદમાં પોલીસ ફરીયાદ નોંધાતાં પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોથી વિગત મેળવી ઇસમ અને ભોગ બનનારને છેક અમરેલીથી ઝડપી પાડ્યા
 
કાર્યવાહી@મોડાસા: સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર ઇસમને પોલીસે છેક અમરેલીથી ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસા પંથકમાંથી ગત દિવસોએ સગીરાને લગ્ન અથવા જારકર્મ કરવાના ઇરાદે ભગાડી જનાર ઇસમને પોલીસે ઝડપી પાડ્યો છે. મોડાસા પંથકમાંથી અગાઉ સગીરાને લલચાવી-ફોસલાવી સ્થાનિક ઇસમ ફરીયાદના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો. જે બાદમાં પોલીસ ફરીયાદ નોંધાતાં પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોથી વિગત મેળવી ઇસમ અને ભોગ બનનારને છેક અમરેલીથી ઝડપી પાડ્યા છે.

કાર્યવાહી@મોડાસા: સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર ઇસમને પોલીસે છેક અમરેલીથી ઝડપ્યો
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

અરવલ્લી SP સંજય ખરાતે અપહરણ અને પોક્સો કેસના આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ છે. જે અનુસંધાને મોડાસા રૂરલ પોલીસ મથકે નોંધાયેલા અપહરણ કેસની તપાસ ઇન્ચાર્જ PI એમ.બી.તોમર ચલાવી રહ્યા હતા.આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે ખબર પડી હતી કે, સગીરાને ભગાડી જનારો ઇસમ મૂળ રાજસ્થાનના બાંસવાડાના હડમત ગામનો અને હાલ માલપુરના ઓડફળીમાં રહેતો ઇશ્વર કાનજીભાઇ ગરાસીયા છે. જેથી રાજસ્થાન જઇ તપાસ કરતાં ઇસમ અને ભોગ બનનાર અમરેલી હોવાનું માલૂમ પડતાં ત્યાંથી પકડી લેવાયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મોડાસા રૂરલ પોલીસની ટીમે રાજસ્થાનમાં તપાસ કર્યા બાદ ચોક્કસ બાતમી આધારે બંનેને અમરેલીથી ઝડપી પાડ્યા છે. પોલીસે ઇશ્વર કાનજીભાઇ ગરાસિયા (ઉ.વ.21) અને ભોગ બનનારને અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના નાની મુજીયાસર ગામેથી ઝડપી હસ્તગત કર્યા હતા. આ સાથે બંનેને પોલીસે સ્ટેશન લાવી આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.