કાર્યવાહી@મોડાસા: લોકડાઉનમાં કતલખાના બેફામ, 7 પશુધન બચાવ્યા

અટલ સમાચાર,મોડાસા કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે મોડાસા અને મેઘરજમાં અલગ-અલગ જગ્યાએથી પોલીસે 7 પશુઓને કતલખાને જતા બચાવ્યા છે. મોડાસાની માજુમ નદીના કીનારે ઝાડી-ઝાંખરામાં 5 ગૌવંશનુ કતલ થાય તે પહેલા જ પોલીસે પહોંચી બચાવ્યા હતા. તો માલપુર-મેઘરજ બાયપાસ રોડ પર ખલીકપુર ગામ નજીકથી છોટા હાથીમાં કતલાખાને લઇ જવાતા બે બળદ સાથે 2 શખ્સોની અટકાયત કરી છે.
 
કાર્યવાહી@મોડાસા: લોકડાઉનમાં કતલખાના બેફામ, 7 પશુધન બચાવ્યા

અટલ સમાચાર,મોડાસા

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે મોડાસા અને મેઘરજમાં અલગ-અલગ જગ્યાએથી પોલીસે 7 પશુઓને કતલખાને જતા બચાવ્યા છે. મોડાસાની માજુમ નદીના કીનારે ઝાડી-ઝાંખરામાં 5 ગૌવંશનુ કતલ થાય તે પહેલા જ પોલીસે પહોંચી બચાવ્યા હતા. તો માલપુર-મેઘરજ બાયપાસ રોડ પર ખલીકપુર ગામ નજીકથી છોટા હાથીમાં કતલાખાને લઇ જવાતા બે બળદ સાથે 2 શખ્સોની અટકાયત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસા-મેઘરજમાં પોલીસે પશુઓને કતલખાને લઇ જતા બચાવ્યા છે. મોડાસા ટાઉન પીઆઈઅને તેમની ટીમને માજુમ નદીના કિનારે ઝાડી-ઝાંખરામાં બાવળના ઝાડ સાથે 2 ગાય અને ત્રણ બળદ બાંધી રાખી કતલ માટે બાંધી રાખ્યા હોવાની બાતમી મળી હતી. જેને લઇ રેડ કરી 5 ગૌવંશને બચાવી લીધું હતું. પોલીસરેડ જોઈ કસાઈ ઇશાક હસન મુલતાની ફરાર થઇ જતા 2 ગાય અને 3 બળદ કીં.રૂ.65,000નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કસાઈને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

 કાર્યવાહી@મોડાસા: લોકડાઉનમાં કતલખાના બેફામ, 7 પશુધન બચાવ્યા

આ તરફ માલપુર-મેઘરજ બાયપાસ રોડ પર ખલીકપુર ગામ નજીકથી પસાર થતા પીકપડાલાને અટકાવ્યુ હતુ. જેમાં છોટા હાથી (મીની ટ્રક) કતલખાને લઇ જવાતા બળદ નંગ-2 કીં. રૂ.20,000ને ઝડપી પાડી પ્રવીણ જેઠાભાઇ પટેલ (રહે,રેવાસ-ઇડર) અને ભૂરા રામજીભાઈ નિનામા (રહે,સિયાસણ-ઇડર) ને દબોચ્યો હતો. પોલીસે મોબાઈલ તથા પીકપડાલા મળી કુલ.રૂ.1,71,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે ઝડપાયેલ બંને શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. મોડાસા ટાઉન પોલીસે 7 ગૌવંશ કીં.રૂ.85,000 તથા છોટા હાથી કીં.રૂ.1,50,000 તથા મોબાઈલ નંગ-1 કીં.રૂ.1,000 મળી કુલ.રૂ.2,36,000નો મુદ્દામાલ જપ્ત કરી બચાવી લીધે ગૌવંશને પાંજરાપોળ મોકલી આપવા તજવીજ હાથધરી હતી.