કાર્યવાહી@નખત્રાણા: સીઝ કરાયેલ બાયોડીઝલને પંપમાલિકે બારોબાર વેંચ્યુ, FIR દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક નખત્રાણા તાલુકામાંથી ગેરકાયદેસર બાયોડીઝલનુ વેચાણ કરતાં પંપ ઉપરથી મુદ્દામાલ ઝપ્ત કરાયો હતો. પરંતુ તેના માલિકે સીલ તોડી 6 લાખનુ બાયોડીઝલ વેચી નાખ્યુ હતુ. આ ઘટનાની સંજ્ઞાન લઈ મામલતદારે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવી હતી. જેથી પંપના માલિક વિરૂધ્ધ નખત્રાણા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અટલ સમાચાર
 
કાર્યવાહી@નખત્રાણા: સીઝ કરાયેલ બાયોડીઝલને પંપમાલિકે બારોબાર વેંચ્યુ, FIR દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નખત્રાણા તાલુકામાંથી ગેરકાયદેસર બાયોડીઝલનુ વેચાણ કરતાં પંપ ઉપરથી મુદ્દામાલ ઝપ્ત કરાયો હતો. પરંતુ તેના માલિકે સીલ તોડી 6 લાખનુ બાયોડીઝલ વેચી નાખ્યુ હતુ. આ ઘટનાની સંજ્ઞાન લઈ મામલતદારે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવી હતી. જેથી પંપના માલિક વિરૂધ્ધ નખત્રાણા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામા આવેલ દેશલપર- મંગવાળા રોડ ઉપર રવેચી પેટ્રોલીયમમાં ગત જુલાઈ માસમાં રેઈડ પાડવામાં આવી હતી. જ્યાથી જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે ગેરકાયદેસર રીતે બાયોડીઝલનુ વેચાણ કરતાં પેટ્રોલપંપ વિરૂધ્ધ કાર્યવાહી કરી 13,535 લીટરનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. જેની કીંમત 6,22,610 રૂપીયા હતા.  જોકે સીઝ કરાયેલ બાયોડીઝલને પેટ્રોલપંપના માલિકે બારોબાર વેચી નાંખ્યુ હતુ. જેની માહિતી તંત્રને થતાં સ્થળ તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, રૂપિયા 6 લાખની કિંમતનું બાયોડીઝલ બારોબાર વેચાઈ ગયું છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગેરકાયદેસર રીતે પેટ્રોલ પંપના માલિકે બારોબાર બાયોડીઝલ વેચી નાંખતા તેની વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. નખત્રાણા મામલતદાર વી.કે. સોલંકીએ પંપના માલિક જગદીશ ભગુ ગાગલ રહે. માધાપર,ભુજ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.