કાર્યવાહી@પાલનપુર: બોલેરોમાં દારૂ ભરીને જતાં 2 ઇસમ ઝડપાયા, 4.76 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર પાલનપુર RTO સર્કલ પાસેથી વિદેશી દારૂ ભરેલી બોલેરો સાથે 2 ઇસમો ઝડપાયા છે. બનાસકાંઠા LCBની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી આધારે આરટીઓ સર્કલ નજીક વોચ ગોઠવી હતી. જ્યાં બાતમીવાળી બોલેરો કાર આવતાં તેનો પીછો કરી ઓવરટેક કરી રોકી હતી. જે બાદમાં પંચો રૂબરૂ કારની તલાશી લેતાં અંદરથી 1.16 લાખનો વિદેશી
 
કાર્યવાહી@પાલનપુર: બોલેરોમાં દારૂ ભરીને જતાં 2 ઇસમ ઝડપાયા, 4.76 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાલનપુર RTO સર્કલ પાસેથી વિદેશી દારૂ ભરેલી બોલેરો સાથે 2 ઇસમો ઝડપાયા છે. બનાસકાંઠા LCBની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી આધારે આરટીઓ સર્કલ નજીક વોચ ગોઠવી હતી. જ્યાં બાતમીવાળી બોલેરો કાર આવતાં તેનો પીછો કરી ઓવરટેક કરી રોકી હતી. જે બાદમાં પંચો રૂબરૂ કારની તલાશી લેતાં અંદરથી 1.16 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ સાથે LCBએ દારૂ અને કાર સહિત કુલ 4.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કુલ 3 ઇસમો વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા SP તરૂણ દુગ્ગલે જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને બનાસકાંઠા LCB PIના માર્ગદર્શન હેઠળની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે, સદરપુર ગામ બાજુથી RTO તરફ એક દારૂ ભરેલ બોલેરો આવી રહી છે. જેથી ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી હતી. જ્યાં પુરઝડપે આવે રહેલ બોલેરોને ઓવરટેક કરી RTO પાસે રોકાવી તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા LCBની ટીમે દારૂ ભરેલી બોલેરો ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે સાંજના સમયે કરાયેલ કાર્યવાહીમાં બોલેરોમાંથી મહેન્દ્ર કુકીલ અને દિનેશ ખરોણને ઝડપી પાડ્યા છે. આ સાથે બોલેરોમાંથી વિદેશી દારૂની બોટલો નંગ-432 કિ.રૂ.1,16,040 અને મોબાઇલ-કાર મળી કુલ કિ.રૂ.4,76,040નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે દારૂ ભરાવનાર અમીત ગીગોડા સહિત કુલ 3 ઇસમો વિરૂધ્ધ પાલનપુર પુર્વ પોલીસ મથકે પ્રોહી એક્ટની કલમ 65(A)(E), 116-B, 81, 98(2) મુજબ ગુનો રજીસ્ટર કરાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.