આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાલનપુર તાલુકાના ગામે મધરાત્રે પોલીસે ખેતરમાં રેઇડ કરી 7 જુગારીઓને ઝડપી પાડ્યા છે. ગઇકાલે રાત્રીના સમયે પાલનપુર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે ગામ નજીક ખેતરમાં ટોળું વળી જુગાર રમતાં ઇસમો સામે કાર્યવાહી કરી છે. પોલીસને જોઇ અફરાતફરીના માહોલ વચ્ચે 4 ઇસમોને ઇકો કાર સહિત ઝડપી લેવાયા છે. પોલીસે કાર્યવાહી દરમ્યાન 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઇસમો વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના ગોળા ગામની સીમમાં પોલીસે મધરાત્રે જુગારધામ ઝડપી પાડ્યુ છે. પાલનપુર તાલુકા પોલીસની ટીમે રાત્રી દરમ્યાના પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી આધારે ગોળા ગામની સીમમાં રેઇડ કરી હતી. જ્યાં જસવંતભાઇ ગલબાભાઇ ઠાકોરના ખેતરમાં જુગાર રમતાં 7 ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂ.62,720, મોબાઇલ નંગ-7 કિ.રૂ.18,000 અને ઇકો કારની કિ.રૂ.2,00,000 મળી કુલ કિ.રૂ.2,80,720નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે તમામ વિરૂધ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12 મુજબ ફરીયાદ નોંધાતાં આ મામલે વધુ તપાસ PSI બી.આર.પટેલ ચલાવી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code