કાર્યવાહી@પાલનપુર: બાતમી આધારે વોચ ગોઠવી પોલીસે કારમાંથી દારૂ ઝડપ્યો

અટલ સમાચાર,પાલનપુર કોરોના મહામારી વચ્ચે પાલનપુર તાલુકા પોલીસે ચોક્કસ બાતમી આધારે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. પોલીસને બાતમી મળી હતી કે, અમીરગઢથી વિદેશી દારૂ ભરી હુન્ડાઇ કંપીનીની કાળા કલરની કાર ચિત્રાસણી તરફ આવનાર છે. આ સાથે એક બાઇકચાલક કારનું પાયલોટિંગ પણ કરી રહ્યો છે. જે આધારે પોલીસે વોચ ગોઠવતાં પ્રથમ બાઇક આવતાં તેને
 
કાર્યવાહી@પાલનપુર: બાતમી આધારે વોચ ગોઠવી પોલીસે કારમાંથી દારૂ ઝડપ્યો

અટલ સમાચાર,પાલનપુર

કોરોના મહામારી વચ્ચે પાલનપુર તાલુકા પોલીસે ચોક્કસ બાતમી આધારે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. પોલીસને બાતમી મળી હતી કે, અમીરગઢથી વિદેશી દારૂ ભરી હુન્ડાઇ કંપીનીની કાળા કલરની કાર ચિત્રાસણી તરફ આવનાર છે. આ સાથે એક બાઇકચાલક કારનું પાયલોટિંગ પણ કરી રહ્યો છે. જે આધારે પોલીસે વોચ ગોઠવતાં પ્રથમ બાઇક આવતાં તેને રોકવાનો ઇશારો કરતાં તે બાઇક મુકી ફરાર થઇ ગયો હતો. જે બાદ કારચાલક અને દારૂ સાથે પોલીસે કુલ 1 લાખથી વધુ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાની પાલનપુર તાલુકા પોલીસે ચિત્રાસણી ગામ પાસેથી કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમી આધારે ચિત્રાસણી ગામમાં જતાં કટ પાસે નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમ્યાન બાતમીવાળું બાઇક પ્રથમ આવતાં તેને રોકવાનો ઇશારો કરતાં તે બાઇક મુકી અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો. જે બાદ કાર આવતાં તે પણ અંધારાનો લાભ લઇ ફરાર થાય તે પહેલા પોલીસે એક ઇસમને ઝડપી લીધો હતો.

કાર્યવાહી@પાલનપુર: બાતમી આધારે વોચ ગોઠવી પોલીસે કારમાંથી દારૂ ઝડપ્યો
જાહેરાત

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડી કુલ ૪ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ તરફ કાર્યવાહી દરમ્યાન પોલીસે અલગ-અલગ બ્રાન્ડની વિદેશીદારૂ અને બિયરનો બોટલો 180 જેની કિ.રૂ. 27,504 ગાડીની કિ.રૂ. 50,000, મોટર સાયકલની કિ.રૂ. 25,000 તથા 1 મોબાઇલ જેની કિ.રૂ. 500 મળી કુલ કિ.રૂ.1,03,004 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે તમામ ઇસમો સામે પ્રોહી એક્ટની કલમ 65(a),65(e),116-B,98(2),81 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  • દીપસિંહ દલપતસિંહ વાઘેલા, રહે. નાંદોત્રા (ઠાકોરવાસ, તા.દાંતીવાડા,જી.બનાસકાંઠા)
  • ગોવિંદસિંહ દેવુસીંહ વાઘેલા, રહે. નાંદોત્રા (ઠાકોરવાસ, તા.દાંતીવાડા,જી.બનાસકાંઠા)
  • એક અજાણ્યો ઇસમ
  • એક અજાણ્યો ઇસમ, ગામ-અંત્રોલી, તા.પાલનપુર, જી.બનાસકાંઠા