કાર્યવાહી@પાલનપુર: લોકડાઉનનો ભંગ કરનારા 22 આરોપીઓ સામે ગુન્હો દાખલ

અટલ સમાચાર, પાલનપુર સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે કાયદાનું ઉલ્લંઘન કરનારા સામે પોલીસ વિભાગે લાલઆંખ કરી છે. પાલનપુર સીટી પૂર્વ પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજી તથા CCTV કેમેરાનો ઉપયોગ કરી 22 આરોપી ઓ સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોકડાઉનનો ભંગ કરતા ઇસમો સામે પાલનપુર સીટી પોલીસ દ્રારા કાર્યવાહી
 
કાર્યવાહી@પાલનપુર: લોકડાઉનનો ભંગ કરનારા 22 આરોપીઓ સામે ગુન્હો દાખલ

અટલ સમાચાર, પાલનપુર

સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે કાયદાનું ઉલ્લંઘન કરનારા સામે પોલીસ વિભાગે લાલઆંખ કરી છે. પાલનપુર સીટી પૂર્વ પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજી તથા CCTV કેમેરાનો ઉપયોગ કરી 22 આરોપી ઓ સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોકડાઉનનો ભંગ કરતા ઇસમો સામે પાલનપુર સીટી પોલીસ દ્રારા કાર્યવાહી કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરમાં પોલીસે લોકડાઉનને લઇ બાજનજર રાખી છે. કોરોના વાયરસના કારણે મહામારી થતી અટકાવવા અને કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે તા.23/03/2020નાં રાત્રીનાં 12:00 વાગ્યાથી રાજ્યભરમાં ‘‘લોક ડાઉન’’ જાહેર કરવામાં આવેલ છે. જેને લઇ બનાસકાંઠા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ દ્વારા ‘‘લોક ડાઉન’’નો ચુસ્‍ત પણે અમલ કરાવવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ છે.

કાર્યવાહી@પાલનપુર: લોકડાઉનનો ભંગ કરનારા 22 આરોપીઓ સામે ગુન્હો દાખલ

બનાસકાંઠા જિલ્‍લા પોલીસ દ્વારા આધુનિક ટે્કનોલોજીનો ઉપયોગ કરીને જિલ્‍લાના જુદા જુદા વિસ્‍તારોમાં ડ્રોન કેમેરા ઉડાડી લોકડાઉનનો ભંગ કરતા 22 ઇસમો અંગે માહિતી મેળવી તેમની સામે પાલનપુરમાં જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.આમ, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા બનાસકાંઠા જિલ્‍લા પોલીસ આધુનિક ટેક્નોલોજી નો ઉપયોગ કરી, લોકડાઉનનો ચુસ્‍તપણે અમલ કરાવવા સતત કાર્યશીલ છે.