કાર્યવાહી@પાલનપુર: હનીટ્રેપના આરોપીઓને SOGએ કલાકોમાં ઝડપી લીધા

અટલ સમાચાર,પાલનપુર કોરોના મહામારી વચ્ચે પાલનપુર SOGએ હનીટ્રેપ કેસ મામલે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા છે. એસઓજી ઇ.પો.ઇન્સ. કે.કે.પાટડીયા સહિતના પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન પાલનપુર એરોમા સર્કલ પરના ઓસીયા મોલ નજીકથી એક બલેનો કારને રોકાવી તપાસ કરી હતી. જેમાં ચાર ઇસમોના નિવેદનો ક્રોશમાં હોવાથી તપાસ કરતાં તેઓ વિરૂધ્ધ પાલનપુર શહેર પશ્વિમ પોલીસ
 
કાર્યવાહી@પાલનપુર: હનીટ્રેપના આરોપીઓને SOGએ કલાકોમાં ઝડપી લીધા

અટલ સમાચાર,પાલનપુર

કોરોના મહામારી વચ્ચે પાલનપુર SOGએ હનીટ્રેપ કેસ મામલે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા છે. એસઓજી ઇ.પો.ઇન્સ. કે.કે.પાટડીયા સહિતના પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન પાલનપુર એરોમા સર્કલ પરના ઓસીયા મોલ નજીકથી એક બલેનો કારને રોકાવી તપાસ કરી હતી. જેમાં ચાર ઇસમોના નિવેદનો ક્રોશમાં હોવાથી તપાસ કરતાં તેઓ વિરૂધ્ધ પાલનપુર શહેર પ‌શ્વિમ પોલીસ મથકે હનીટ્રેપ અને એટ્રોસીટીનો ગુનો દાખલ થયો હોવાનું સામે આવ્યુ છે. જે બાદ SOGએ તમામ ઇસમોને પાલનપુર પશ્વિમ પોલીસને સોંપ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યવાહી@પાલનપુર: હનીટ્રેપના આરોપીઓને SOGએ કલાકોમાં ઝડપી લીધા
જાહેરાત

બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા તાલુકાની સરકારી શાળામાં ફરજ બજાવતાં શિક્ષક સાથે હનીટ્રેપની ઘટના બની હોવાની ફરીયાદ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે નોંધાઇ હતી. જે બાદ ગઇકાલે સાંજે પાલનપુર SOGના ઇ.પો.ઇન્સ. કે.કે.પાટડીયા સ્ટાફ સાથે એરોમા સર્કલ નજીક પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન એક બલેનો કાર શંકાસ્પદ લાગતાં તેની તલાશી લીધી હતી. જેમાં ગાડીમાં બેસેલા ઇસમો વિરૂધ્ધ પાલનપુર શહેર પશ્વિમ પો.સ્ટે ગુ.નં.11195010200564-2020. ઇ.પી.કો ક.3(1) આર,એસ,(3) (2) 5 મુજબનો ગુનો નોંધાયેલ હોવાનું સામે આવ્યુ હતુ. જે બાદ SOGએ તેઓ પાસેથી રોકડ રૂપિયા 3,45,000 તથા એક બલેનો કાર તથા મોબાઇલ નંગ-3 તથા એક પોલીસ લાઠી નંગ-1 તથાચપ્પુ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે પશ્વિમ પોલીસને સોંપ્યા હતા.

શું હતી સમગ્ર ઘટના ?

બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડાની એક સરકારી શાળાના શિક્ષક સાથે હનીટ્રેપની ઘટના સામે આવી હતી.. ગત દિવસોએ આરોપીઓએ અગાઉથી ગુનાહિત કાવતરૂ રચી ફરીયાદી માટે છોકરી મોકલી અને આબુરોડ ફરવા મોકલ્યા હતા. જ્યાં પરત ફરતી વખતે છોકરીએ ઉલટી કરવા ગાડી ઉભી રખાવતાં પાછળથી 2 ગાડીમાં અજાણ્યા ઇસમોએ આવી ફરીયાદીને બળજબરીથી ગાડીની પાછળની સીટમાં બેસાડ્યા હતા. આ તરફ આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાંખી ધમકી આપી અને એક ઇસમે ઝાલા સાહેબના નામે પોલીસ તરીકેની ઓળખ આપી 10 લાખની માંગણી કરી અને 4 લાખમાં નક્કી કરી ડીસામાંથી ફરીયાદીના એટીએમ મારફતે 20,000 પડાવ્યા હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે.

આ દરમ્યાન ઝાલા સાહેબ નામના માણસે ફરીયાદીની શાળામાં જઇ છોકરીએ ઝેર પીધેલ હોવાનું જણાવી પતાવટ કરવા બીજા 2 લાખ લઇ લીધા હતા. જે બાદ છોકરી મરણ પામી હોવાનું કહી મર્ડર કેસ કરવાની ધમકી આપી ફરીયાદી પાસે ફરી એકવાર 1,30,000 કઢાવી લઇ અને તમામ આરોપીઓએ ફરીયાદીને છોકરી બાબતે ગુનાના આરોપના ભયમાં મુકી બળજબરીથી કઢાવી લઇ ફરી દલીત જાતીના હોવાનું જાણતાં હોવા છતાં જાતિ અપમાનિત શબ્દો મોલી કુલ કિ.રૂ. 7,50,000 બ્લેકમેઇલીંગ કરી પડાવી લીધા હોવાથી ફરીયાદ પાલનપુર પ‌શ્વિમ પોલીસ મથકે નોંધાવી છે.

ઝડપાયેલા ઇસમોના નામ:

  • ચંન્દ્રકાન્ત ઉર્ફ બાબુજી જાતે ઠાકોર(ખરડોસણીયા) ઉ.વ.34 ધંધો.ડ્રાઇવીંગ રહે .કુંભલમેર ઠાકોરવાસ તા.પાલનપુર જી.બનાસકાંઠા
  • તેજશ ઉરફ ટોની ભેમજીભાઇ જાતે.સોની ઉ.વ 25 ધંધો સોનીકામ રહે ડીસા પીન્કસીટી સોસાયટી તા.ડીસા
  • અહેશાન નજીરખાન જાતે.પરમાર ઉ.વ.18 ધંધો.ખેતી.રહે.જલોત્રા તા.વડગામ
  • શાહરૂખ રહેમતુલ્લાભાઇ જાતે વિહારી ઉ.વ.18 ધંધો ખેતી. રહે.જુનાડીસા ડેલાવાસ તા.ડીસા