કાર્યવાહી@પાલનપુર: પોલીસકર્મી પર હુમલો કરનાર ઇસમ પાસા હેઠળ જેલમાં

અટલ સમાચાર,પાલનપુર કોરોનાને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે પાલનપુરમાં પોલીસકર્મી ઉપર હુમલાની ઘટના સામે આવી હતી. જેમાં આજે આરોપી ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં તેને જામનગર જેલમાં મોકલવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં પોલીસકર્મી પર હુમલાની ઘટનામાં મોટાભાગે દરેક સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. પાલનપુરની ઘટનાનમાં ગઇકાલે સવારના સમયે ચડોતર બ્રિજ
 
કાર્યવાહી@પાલનપુર: પોલીસકર્મી પર હુમલો કરનાર ઇસમ પાસા હેઠળ જેલમાં

અટલ સમાચાર,પાલનપુર

કોરોનાને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે પાલનપુરમાં પોલીસકર્મી ઉપર હુમલાની ઘટના સામે આવી હતી. જેમાં આજે આરોપી ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં તેને જામનગર જેલમાં મોકલવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં પોલીસકર્મી પર હુમલાની ઘટનામાં મોટાભાગે દરેક સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. પાલનપુરની ઘટનાનમાં ગઇકાલે સવારના સમયે ચડોતર બ્રિજ પાસેથી આરોપી મોઢે માસ્ક બાંધ્યા સિવાય બહાર નિકળ્યા હોઇ તેમને અટકાવ્યા હતા. જોકે આર્મ લોકરક્ષકે તેમને રોકાવતા આરોપીએ ગુસ્સે ભરાઇ આર્મ લોકરક્ષક ઉપર હુમલો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. આ સાથે તેમને છોડાવવા વચ્ચે પડેલ પોલીસ કર્મીઓને પણ માર મારતા આરોપી વિરૂધ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર તાલુકાના ચડોતરમાં પોલીસકર્મી પર હુમલાની ઘટનામાં આરોપી સામે મોટી કાર્યવાહી થઇ છે. આર્મ લોકરક્ષક મિતેષકુમારે નોંધાવેલી ફરીયાદ નોંધાવી હતી કે, ગઇકાલે તેઓ ફરજ ઉપર હતા તે દરમ્યાન ચડોતર બ્રિજ નીચેથી એક યુવક મોઢે માસ્ક બાંધ્યા વગર પસાર થતાં તેને રોકવા ઇશારો કર્યો હતો. જોકે તે નહિ રોકાતા મિતેષકુમાર અને જીઆરડી જવાન નરેશભાઇએ બાઇક પર પીછો કરી એલ.કે.પેટ્રોલપંપ પાસેથી તેને ઝડપી પાડ્યો હતો. આ બાદ પુછપરછ દરમ્યાન સમીર સફીકભાઇ માણસીયા નામના યુવકે મિતેષકુમાર ઉપર હુમલો કરી ગડદાપાટુંનો માર માર્યો હતો. જોકે વચ્ચે પડેલા પોલીસકર્મીને પણ સમીરે માર મારતાં ચકચાર મચી ગઇ હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ચડોતરની ઘટનામાં ફરીયાદી મિતેષકુમારે સમીર સફીકભાઇ માણસીયા વિરૂધ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે. જેને લઇ પોલીસે આઇપીસીની કલમ 186, 189, 269, 332, 353, 294(B), 506(2) અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(B) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધર્યા બાદ તેની જામનગર જેલમાં મોકલવામાં આવ્યો છે.