કાર્યવાહી@પાલનપુર: કોરોના વચ્ચે 2 હોસ્પિટલમાં રેડ, તબીબના સોનોગ્રાફી મશીન સીલ

અટલ સમાચાર, પાલનપુર કોરોના કાળ વચ્ચે આરોગ્ય ટીમે પાલનપુરની બે ખાનગી હોસ્પિટલમાં દરોડા પાડ્યા છે. કાયદાની જોગવાઈઓ મામલે તપાસ હાથ ધરતાં ચોકાવનારી વિગતો સામે આવી છે. બંને હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનની રૂબરૂ તપાસ કરતાં ક્ષતિ જણાઈ આવી હતી. આથી હોસ્પિટલમાં જ બંને તબીબના સોનોગ્રાફી મશીન સીલ કરી આરોગ્ય અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે. શહેરની બે
 
કાર્યવાહી@પાલનપુર: કોરોના વચ્ચે 2 હોસ્પિટલમાં રેડ, તબીબના સોનોગ્રાફી મશીન સીલ

અટલ સમાચાર, પાલનપુર

કોરોના કાળ વચ્ચે આરોગ્ય ટીમે પાલનપુરની બે ખાનગી હોસ્પિટલમાં દરોડા પાડ્યા છે. કાયદાની જોગવાઈઓ મામલે તપાસ હાથ ધરતાં ચોકાવનારી વિગતો સામે આવી છે. બંને હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનની રૂબરૂ તપાસ કરતાં ક્ષતિ જણાઈ આવી હતી. આથી હોસ્પિટલમાં જ બંને તબીબના સોનોગ્રાફી મશીન સીલ કરી આરોગ્ય અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે. શહેરની બે હોસ્પિટલના મશીનો સીલ થતાં ખાનગી આરોગ્ય આલમમાં ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યવાહી@પાલનપુર: કોરોના વચ્ચે 2 હોસ્પિટલમાં રેડ, તબીબના સોનોગ્રાફી મશીન સીલ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની બે ખાનગી હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય વિભાગે PCPNDT એક્ટ હેઠળ રેડ કરી હતી. ગત મોડી સાંજે ગઠામણ દરવાજા નજીક પૃથ્વી હોસ્પિટલ અને ઢુઢીયાવાડી સ્થિત ન્યુ મહેશ્વરી હોસ્પિટલમાં અચાનક તપાસ શરૂ કરી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ફેન્સી સહિતનાએ સોનોગ્રાફી મશીન સહિત રેકર્ડ ચેક કરતાં મોટી વિગતો પકડાઇ હતી. ડો. પ્રકાશ દેસાઇ પૃથ્વી હોસ્પિટલ, ગઠામણ દરવાજા અને ડો. દર્શન કેલા, ન્યુ મહેશ્વરી હોસ્પિટલ, ઢુઢીયાવાડીને ત્યાં જોગવાઈઓનો ભંગ જોવા મળ્યો હતો. પીસીપીએનડીટી એક્ટ મુજબ ફોર્મ એફ અને રજીસ્ટર નિભાવણીનો અભાવ સામે આવ્યો હતો. આથી કાર્યવાહી કરી તપાસ ટીમે બંને હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ કર્યા હતા.

કાર્યવાહી@પાલનપુર: કોરોના વચ્ચે 2 હોસ્પિટલમાં રેડ, તબીબના સોનોગ્રાફી મશીન સીલ

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે સોનોગ્રાફી મશીન લગત નિયમોની સચોટ અમલવારી તપાસવામાં આવી હતી. આરોગ્ય તંત્ર કોરોનામા વ્યસ્ત હોવાની દોડધામ વચ્ચે અચાનક કરવામાં આવેલી તપાસથી તબીબ આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. આરોગ્ય અધિકારીએ બંને હોસ્પિટલના તબીબોને નોટિસ ફટકારવાથી લઈને વધુ પગલાં ભરવા સહિતની કાર્યવાહી શરૂ કરી છે. આ માટે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કર્યા બાદ નિર્ણય લેવાઇ શકે છે.