કાર્યવાહી@પંચમહાલ: મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર રૂ.10,000ની લાંચ લેતા ઝડપાયા

સમગ્ર મામલે હાલ ગોધરા ACBએ વધુ તપાસ હાથ ધરી છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પંચમહાલમાં આવેલા કલોલ મામલતદાર કચેરીમાં ACBની ટ્રેપમાં મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપાયા છે. કલોલ મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર રાકેશ સુતરીયા રૂ 10 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપાયો છે. લાંચિયા કર્મચારીઓ-અધિકારીઓ પર એક બાદ એક તવાઈ ઉતારતાં એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક ભ્રષ્ટ કર્મચારીને સાણસામાં લીધો હતો.
પંચમહાલના કાલોલ મામલતદાર કચેરીમાં ACBની ટ્રેપમાં સર્કલ ઓફિસર રાકેશ સુતરીયા લાંચ લેતા પકડાયા છે. ફરિયાદી પાસેથી રાકેશ સુતરીયા રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપાયા છે. સમગ્ર મામલે હાલ ગોધરા ACBએ વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે, જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે. ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.