કાર્યવાહી@પાટણ: પાલિકા દ્રારા ગાઇડલાઇનના ભંગ મામલે એકસાથે 6 દુકાનો સીલ કરાઇ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં દૈનિક 3 આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ પાટણ શહેરમાં પણ કેસો વધી રહ્યાં હોઇ વહીવટી તંત્ર દ્રારા વેપારીઓ અને ગ્રાહકોને કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા અપીલ કરાઇ છે. આજે પાટણ પાલિકા દ્રારા શહેરની 5 થી વધુ વેપારી ગાઇડલાઇન ભંગ કરતાં
 
કાર્યવાહી@પાટણ: પાલિકા દ્રારા ગાઇડલાઇનના ભંગ મામલે એકસાથે 6 દુકાનો સીલ કરાઇ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં દૈનિક 3 આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ પાટણ શહેરમાં પણ કેસો વધી રહ્યાં હોઇ વહીવટી તંત્ર દ્રારા વેપારીઓ અને ગ્રાહકોને કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા અપીલ કરાઇ છે. આજે પાટણ પાલિકા દ્રારા શહેરની 5 થી વધુ વેપારી ગાઇડલાઇન ભંગ કરતાં હોઇ તેમની દુકાન સીલ કરી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ નગરપાલિકાના ચીફ ઓફીસર દ્રારા ચોક્કસ બાતમી આધારે આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સરકારના પરિપત્રનુ ઉલ્લંઘન કરી વેપારીઓ દ્વારા પોતાની દુકાનોમાં ગ્રાહકોને બોલાવી વેપાર કરતાં ઇસમો સામે કાર્યવાહી કરી છે. આજે સ્થાનિક પોલીસને સાથે રાખી બજારમાં તપાસ કરતાં 6 જેટલી વેપારીઓ સરકારના પરિપત્રનુ ઉલ્લંઘન કરતાં ઝડપાઇ વતાં તેમની દુકાન સીલ કરવામાં આવી છે.