કાર્યવાહી@પાટણઃ ગંજબજારના ચેરમેન ક્લીન બોલ્ડ, ગેરરીતિથી સસ્પેન્ડ

અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લાના તાલુકા ગંજ બજારના ચેરમેન દશરથ પટેલ ”ક્લીન બોલ્ડ” થતા સહકારી આલમમાં ખળભળાટ પાટણ ગંજ બજારના ચેરમેન વિરુદ્ધ થયેલી રજૂઆતોને પગલે રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરી છે. યાર્ડના ચેરમેન દશરથ પટેલ છેલ્લા કેટલાક સમયથી નાણાંકીય અને વહીવટી ગેરરીતિની તપાસ હેઠળ હતા. જેમાં ગંભીર પ્રકારની બાબતો સામે આવતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
 
કાર્યવાહી@પાટણઃ ગંજબજારના ચેરમેન ક્લીન બોલ્ડ, ગેરરીતિથી સસ્પેન્ડ

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લાના તાલુકા ગંજ બજારના ચેરમેન દશરથ પટેલ

”ક્લીન બોલ્ડ” થતા સહકારી આલમમાં ખળભળાટ

પાટણ ગંજ બજારના ચેરમેન વિરુદ્ધ થયેલી રજૂઆતોને પગલે રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરી છે. યાર્ડના ચેરમેન દશરથ પટેલ છેલ્લા કેટલાક સમયથી નાણાંકીય અને વહીવટી ગેરરીતિની તપાસ હેઠળ હતા. જેમાં ગંભીર પ્રકારની બાબતો સામે આવતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે યાર્ડની જવાબદારી જિલ્લા રજીસ્ટ્રારને સોંપી વહિવટદાર મુકી દેવાયા છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

પાટણ જિલ્લાના તાલુકા ગંજ બજારના ચેરમેન દશરથ પટેલ ક્લીન બોલ્ડ થતા સહકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે. ચેરમેન વિરુદ્ધ ટેન્ડરોમાં ગેરરીતિ અને વહિવટી બેદરકારી સામે વેપારી સહિતનાએ રજૂઆત કરી હતી. જેની છેલ્લા કેટલાક સમયથી ચાલતી તપાસમાં રાજ્ય સરકારનું નાણાંકીય અને ગેરરીતિ ધ્યાને આવતા હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગંજ બજારના વેપારી અને અન્ય એક આગેવાને ચેરમેન દશરથ પટેલ વિરુદ્ધ તપાસની માંગ કરતી અરજી કરી હતી. જેમાં દશરથ પટેલની ગેરરીતિ સિદ્ધ થતાં ચેરમેનના હોદ્દા પરથી દૂર કરી જિલ્લા રજીસ્ટ્રારને વહિવટ સોંપવામાં આવ્યો છે. આથી જિલ્લા રજીસ્ટ્રારે શુક્રવારે વિધિવત પાટણ ગંજબજારનો વહિવટ હસ્તક લઈ લીધો છે.