કાર્યવાહી@પાટણ: એક જ દિવસમાં માસ્ક ન પહેરનાર લોકો પાસેથી પોલીસે 2.38 લાખનો દંડ વસુલ્યો

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) પાટણ જીલ્લામાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું હોઇ કલેક્ટર દ્રારા માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવા અને સામાજીક અંતર જાળવવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ તરફ જાહેરનામાના ભંગ બદલ પાટણ જીલ્લા પોલીસ દ્રારા પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના 9 તાલુકાઓમાંથી તા.26 નવેમ્બરના રોજ 238 લોકો પાસેથી કુલ રૂ.2,38,000
 
કાર્યવાહી@પાટણ: એક જ દિવસમાં માસ્ક ન પહેરનાર લોકો પાસેથી પોલીસે 2.38 લાખનો દંડ વસુલ્યો

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

પાટણ જીલ્લામાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું હોઇ કલેક્ટર દ્રારા માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવા અને સામાજીક અંતર જાળવવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ તરફ જાહેરનામાના ભંગ બદલ પાટણ જીલ્લા પોલીસ દ્રારા પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના 9 તાલુકાઓમાંથી તા.26 નવેમ્બરના રોજ 238 લોકો પાસેથી કુલ રૂ.2,38,000 જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લા પોલીસવડા અક્ષયરાજે જાહેરનામાનો ભંગ કરતાં વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને પાટણ જીલ્લા પોલીસે ગઇકાલે એક જ દિવસમાં 38 લોકો પાસેથી કુલ રૂ. 2,38,000 જેટલો દંડ વસુલ કર્યો છે. આ સાથે કુલ 27 લોકો સામે કલમ-188 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાટણ જીલ્લા કલેક્ટર સુપ્રિતસિંઘ ગુલાટીએ ગત દિવસોએ માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવા અને સામાજીક અંતર જાળવવા જાહેરનામું બહાર પાડેલ છે. જીલ્લા વહિવટી તંત્ર દ્વારા જનજાગૃતિ અભિયાન સહિતની કામગીરી કરવામાં આવી રહી હોવા છતાં શહેરમાં કોવિડ-19ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે આજે પાટણ શહેરમાં માસ્ક વગર ફરનારા લોકો પાસેથી નગરપાલિકા દ્વારા માસ્ક ડ્રાઈવ અંતર્ગત 06 લોકો પાસેથી કુલ રૂ.6,000નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.