કાર્યવાહી@પાટણ: દારૂ ઉતારીને આવતાં ઇસમો ઝબ્બે, ગામમાંથી 2.54 લાખનો મુદ્દામાલ ઝડપાયો

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) બાલીસણા પોલીસ અને LCB સ્ટાફ ગઇકાલે રાત્રે ધારપુરથી ફરાર થયેલ આરોપીની શોધખોળમાં હતો. આ દરમ્યાન નાકાબંધી વખતે એક શંકાસ્પદ કારમાંથી બે ઇસમોને ઝડપી પુછપરછ કરતાં દિયોદરડા ગામે દારૂ ઉતારીને પરત ફરતાં હોવાનું કહ્યુ હતુ. જેથી પોલીસે બંનેને સાથે રાખી ગામમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની
 
કાર્યવાહી@પાટણ: દારૂ ઉતારીને આવતાં ઇસમો ઝબ્બે, ગામમાંથી 2.54 લાખનો મુદ્દામાલ ઝડપાયો

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

બાલીસણા પોલીસ અને LCB સ્ટાફ ગઇકાલે રાત્રે ધારપુરથી ફરાર થયેલ આરોપીની શોધખોળમાં હતો. આ દરમ્યાન નાકાબંધી વખતે એક શંકાસ્પદ કારમાંથી બે ઇસમોને ઝડપી પુછપરછ કરતાં દિયોદરડા ગામે દારૂ ઉતારીને પરત ફરતાં હોવાનું કહ્યુ હતુ. જેથી પોલીસે બંનેને સાથે રાખી ગામમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી કુલ 47 હજારનો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે કુલ 2.54 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લા પોલીસવડા અક્ષયરાજે કાયદો વ્યવસ્થા જાળવવા અને ગઇકાલે ફરાર થયેલ આરોપીને ઝડપી પાડવા સુચના આપી હતી. જે બાબતે પાટણ LCB ઇ. PI એ.બી.ભટ્ટ, બાલીસણા પોલીસના PSI પી.એસ.ચૌધરી, LCBના ASI અંબાલાલ, AHC શૈલેષકુમાર, દીલીપસિંહ, AP નવાઝશરીફ, ધવલકુમાર, પેરોલ ફર્લો સ્કોર્ડના AHC. વિપુલકુમાર, બાલીસણા પોલીસના AHC. શાંતિભાઇ, આશાબેન સહિતનો પોલીસ સ્ટાફ ડેર પાટીયા નજીક નાકાબંધીમાં હતો.

કાર્યવાહી@પાટણ: દારૂ ઉતારીને આવતાં ઇસમો ઝબ્બે, ગામમાંથી 2.54 લાખનો મુદ્દામાલ ઝડપાયો

આ દરમ્યાન એક શંકાસ્પદ સ્વિફ્ટ કાર આવતાં તેને રોકાવી તલાશી લેતાં સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી નજીકથી પંચો બોલાવી પુછપરછ કરતાં ઇસમોએ પોતાનું નામ કીશનજી રવાજી ઠાકોર, રહે. ઇન્દીરાપરા, કાણોદર,તા.પાલનપુર અને અન્ય એક સુણસરા મહમદહુશેન અનવરભાઇ, રહે. ઇન્દિરાનગર, રાહતપરૂ, પાલનપુર જી.બનાસકાંઠા હોવાનું ખુલ્યુ હતુ. જેથી પોલીસે કડક પુછપરછ કરતાં બંને ઇસમોએ કાણોદર મુકામેથી વિદેશી દારૂ દિયોદરડા મુકામે ઠાકોર રતનજીના ઘરે આપીને પરત ફરતાં હોવાનું જણાવ્યુ હતુ. જેથી પોલીસે બંનેને સાથે રાખી દિયોદરડા ખાતે તપાસ કરી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ-198 કિ.રૂ.47,310 નો મળી આવ્યો હતો.

કાર્યવાહી@પાટણ: દારૂ ઉતારીને આવતાં ઇસમો ઝબ્બે, ગામમાંથી 2.54 લાખનો મુદ્દામાલ ઝડપાયો

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ગઇકાલે ધારપુર મેડિકલ કોલેજમાંથી ફરાર થયેલા આરોપીને શોધવા નાકાબંધી દરમ્યાન શંકાસ્પદ ઇસમોની પુછપરછને અંતે દિયોદરડાથી દારૂ ઝડપાતા ચકચાર મચી ગઇ છે. પાટણ LCB અને બાલીસણા પોલીસની ટીમે આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન નંગ-3 કિ.રૂ.7,500, સ્વિફ્ટ કાર કિ.રૂ.2,00,000 મળી કુલ કિ.રૂ.2,54,840 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. બાલીસણા પોલીસના PSIએ દારૂ સાથે પકડાયેલા ઇસમો, દારૂ મંગાવનાર, ભરાવનાર સહિતના તમામ લોકો સામે પ્રોહી એક્ટની કલમ 65-A, 65(e), 67-1A, 81, 83, 98(2), 116-B મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. કિશનજી રવાજી ઠાકોર, ગામ-કાણોદર, તા.પાલનપુર, જી.બનાસકાંઠા
  2. મહમંદહુશેન અનવરભાઇ સુણસરા, ઇન્દીરાનગર, રાહતપરૂ, પાલનપુર, જી.બનાસકાંઠા
  3. રણજીતજી હેદુજી ઠાકોર, ગામ-દિયોદરડા, તા.જી.પાટણ
  4. નારણજી અશોકજી ઠાકોર, ગામ-દિયોદરડા, તા.જી.પાટણ
  5. શીવાભાઇ ઠાકોર, રાજસ્થાન બોર્ડર વિસ્તાર, અમીરગઢ, જી.બનાસકાંઠા
  6. દિનેશનભાઇ ઠાકોર, રાજસ્થાન બોર્ડર વિસ્તાર, અમીરગઢ, જી.બનાસકાંઠા