આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પ્રાંતિજ

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે પ્રાંતિજમાં ગત દિવસોએ આરોગ્ય કર્મચારીઓ પર હુમલો કરનારા ત્રણેય આરોપીઓ સામે મોટી કાર્યવાહી થઇ છે. ત્રણેય આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી અને ત્રણેયને અલગ-અલગ મધ્યસ્થ જેલમાં મોકલી દેવા હુકમ કરવામાં આવ્યો હતો. લોકડાઉનમાં આરોગ્ય કર્મચારી ઉપર હુમલો કરનાર ત્રણેય આરોપીઓ સામે કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજના બાલિસણા મુકામે આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ સાથે ત્રણ શખ્સોએ મારામારી કરી હતી. બાલીસણામાં કોરોના વાયરસના અમદાવાદ વિસ્તારમાંથી આવેલ ઇસમોની માહીતી એકત્રીત કરવા જતાં તેમના ઉપર ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરી માર માર્યો હતો. જે અંગે બાલીસણા ગામના ત્રણ ઇસમો વિરૂધ્ધ પ્રાંતિજ પો.સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ હતી. આ ત્રણેય ઇસમો વિરૂધ્ધ સાબરકાંઠા પોલીસએ પાસા એક્ટ હેઠળ અટકાયત કરવા દરખાસ્ત કરવા સુચના કરતાં જે અન્વયે એલ.સી.બી.ના પો.ઇન્સ. વી.આર.ચાવડા દ્વારા ત્રણેય ઇસમોની પાસા દરખાસ્ત તૈયાર કરી સાબરકાંઠા જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપી હતી.

સાબરકાંઠા જીલ્લા મેજીસ્ટ્રેટને દરખાસ્ત મોકલ્યા બાદ ત્રણેય આરોપી (1) ગૌતમભાઇ શંકરભાઇ પરમાર ઉ.વ.24. રહે. બાલીસણા તા.પ્રાંતિજ જી.સાબરકાંઠા નાઓને વડોદરા મધ્યસ્થ જેલ (2) બળદેવભાઇ જેઠાભાઇ પરમાર ઉ.વ. 46 રહે. બાલીસણા તા.પ્રાંતિજ જી.સાબરકાંઠા નાઓને રાજકોટ મધ્યસ્થ જેલ (3)શંકરભાઇ જેઠાભાઇ પરમાર ઉ.વ.52,રહે. બાલીસણા તા.પ્રાંતિજ જી.સાબરકાંઠા નાઓને સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા હુકમ કરવામાં આવેલ છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code